Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દયા દર્શાવી તેની કથા ગૂંથી છે, તેમ જ શાંતિનાથનું સંક્ષિપ્ત જીવનચરિત્ર સુંદર રીતે આલેખ્યું છે. શ્રી સુવિધિનાથ સ્તવનમાં અષ્ટમહાપ્રાતિહાર્યોનું સુંદર વર્ણન કર્યું છે.
આ સ્તવનોમાં મનોહર પદાવલી, ભાવોની રમ્ય છટા, ઔચિત્યસભર અને સચોટ અલંકારગૂંથણી, સંસ્કૃત ભાષાની અસરવાળી અને લયયુક્ત શબ્દપસંદગી ઇત્યાદિ ગુણસમૃદ્ધિ દ્વારા કવિપ્રતિભાનો પરિચય થાય છે. વળી કળશમાં તેમણે પોતાની પદરચનાને ઓળખાવતાં કહ્યું છે, તેને લીધે કવિની કવિકર્મ પ્રત્યેની સભાનતાનો પરિચય થાય છે.
સરસ સુવાસ સુવૃત્ત મનોહર, વરણ કુસુમ સમુદાયા નવ-નવ પદરચના બહુભેગી, સુલલિતબંધ સુહાયા.
| (કળશ, કડી ૨) સરસ સુગંધી છંદો, સુંદર વર્ણો(અક્ષરો)રૂપી પુષ્પો, નવી નવી (નવનવોન્મેષશાલિની) પદરચના અને લાલિત્યપૂર્ણ બંધો વડે આ કૃતિ શોભી રહી છે.
મધ્યકાલીન સાહિત્યમાં અનેક શક્તિશાળી કવિઓ ઉપેક્ષિત રહ્યા છે, એમાં હંસરત્નજી જેવા શક્તિશાળી કવિનું નામ જૈન-પરંપરામાં પણ વિશેષ પ્રચલિત નથી. પરંતુ તેમની કૃતિનો સાર્ધત અભ્યાસ કરતાં અનુભવાય છે કે, આ કવિ માત્ર જૈનસાહિત્યમાં જ નહિ, પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં કેવળ બે કૃતિઓ રચવા છતાં ઉચ્ચકવિત્વશક્તિ ધરાવતા કવિ તરીકે નોંધપાત્ર સ્થાનના અધિકારી બને છે.
૧૪૮ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org