Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હે પરમાત્મા ! તારી જોડે દૃઢ સ્નેહ બંધાયો છે. એને દૂર કરવાનો પ્રયત્ન કરું તો કોઈ ઉપાયે દૂર થઈ શકે એમ નથી. જેમ પથ્થર પર અંકાયેલી રેખા દૂર થતી નથી, તેમ મારા હૃદયમાં જન્મેલો તારા માટેનો દૃઢ સ્નેહ દૂર થઈ શકતો નથી.
પરમાત્મા સાથેના આવા દૃઢ સ્નેહની પ્રબળ કારણરૂપે પરમાત્માના ગુણોની અપૂર્વ સુગંધ રહી છે. મુજ મન ભમરી પિરમલ સમરી,
ચરણકમલ જઈ અટકે હો રાજ.
(, ૨૪, ૩)
આ પંક્તિમાં કવિએ પ્રયોજેલ યમક અલંકાર પણ મનોહ૨ છે. તો, ૫રમાત્માના પરમ શાતાદાયક ગુણને વર્ણવવા કવિ મનોહર ઉત્પ્રેક્ષા અલંકાર પ્રયોજે છે;
વિષયકષાયને શામવા, અભિનવ જાણે બરાસ.
તો પરમાત્માનો પ્રેમ લોકપ્રસિદ્ધ ઉપમાનોથી વર્ણવતાં કહે છે, જ્યું ઘન મોર ચકોર, શશી ચકવા દિનકાર. પાવસપંથી ગેહ, કુલવંતી ભરતાર.
(૯, ૧૦, ૨)
(૭, ૨૦, ૩)
ચાતક મેહા નેહા એ સઘળા ઉપચાર. પ્રેમ તણા એ ઉપમ નહીં, તિમ અંતર ચાર.
(૯, ૨૦, ૫)
આમ, કવિએ પોતાનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ આ સર્વ ઉપમાનોથી વિશેષ અને અનુપમ છે, એમ દર્શાવ્યું છે.
Jain Education International
આવો પ્રેમમાં ડૂબેલો ભક્ત પોતાના પ્રિયતમના અંગેઅંગનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરે છે. એમ કરતાં તીર્થંકર ભગવંતના જંઘાના ભાગમાં ‘લાંછન’ તરીકે ઓળખાતું એક વિશિષ્ટ ચિહ્ન હોય છે તે ધ્યાનમાં આવે છે. આ લાંછન દરેક તીર્થંકરની વિશિષ્ટ ઓળખ નક્કી કરવામાં સહાયભૂત બને છે. પરંતુ જે-તે તીર્થંકર પરમાત્માના શરીર પર આ જ લાંછન શા માટે ? તેનો શાસ્ત્રમાં ઉત્તર મળતો નથી, પરંતુ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ એ ન્યાયે ભક્ત કવિકલ્પનાને સહારે મુખ્યત્વે ઉત્પ્રેક્ષા અલંકારને આધારે આ ૨૪માંથી ૧૭ તીર્થંકરોના લાંછનનું રહસ્ય આલેખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારનું આલેખન કવિના પૂર્વકાલીન પાર્શ્વચંદ્રસૂરિ અને ભાવતિયજી જેવા કવિમાં પણ જોવા મળે છે. કવિએ અજિતનાથ, સંભવનાથ, મુનિસુવ્રતસ્વામી નમિનાથ, નેમિનાથ, મહાવીરસ્વામી આ છ સ્તવનોમાં ક્રમશઃ હાથી, ઘોડો, કાચબો, નીલકમળ, શંખ અને સિંહ લાંછનનો કેવળ ઉલ્લેખ કર્યો છે, ત્યારે શ્રી ઋષભદેવ સ્તવનમાં તેમના વૃષભ લાંછનનો ઉલ્લેખ પણ નથી.
આ લાંછનરૂપ પદાર્થોમાં કેટલીક વસ્તુઓ ચંદ્ર, કમળ, વજ આદિ તેજોમય અને પવિત્ર પદાર્થો કહી શકાય એવી છે. તેમાં પદ્મપ્રભસ્વામીના લાંછનરૂપે ‘કમળ’ અંગે કવિ સુંદર કલ્પના કરતાં કહે છે,
૧૫૨ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org