Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કર પદ મુખ કજ શોભથી રે લો! જીતી પંકજ જાત. લંછન મિસિ સેવા કરે રે લો ! ધરતૃપ સુસીમા માત રે.
(, ૬, ૪) હાથ, પગ અને મુખ કમળની શોભાથી પરમાત્માએ કમળની જાતને જીતી લીધી છે. આથી હવે કમળ લંછનરૂપે ધરરાજા અને સુસીમાં માતાના પુત્ર પદ્મપ્રભુસ્વામીની સેવા કરે છે. ત્યારે ચંદ્ર ચંદ્રપ્રભસ્વામી પરમાત્માને વિનંતી કરતા કહે છે;
વદને જીત દ્વિજ રાજ, રહ્યો સેવા કરે હો લાલ. લંછન મિસિ નિતુ પાય, રહ્યો કરે વિનતિ હો લાલ. નિત્ય ઉદય નિકલંક, કરો મુજ જિનપતિ હો લાલ.
(, ૮, ૧-૨) પરમાત્માના મુખની શોભાથી ચંદ્ર જિતાઈ ગયો છે. લંછનના નિમિત્તે ચરણોમાં રહી સેવા કરતો વિનંતી કરે છે કે, હે પરમાત્મા! મને તમારા જેવો જ સદા તેજસ્વી અને નિષ્કલંક બનાવી દો. ત્યારે ભવભ્રમણથી ભય પામેલા ઇંદ્ર ધર્મનાથ પરમાત્માનું શરણ ઇચ્છી રહ્યા છે, માટે તેમણે સેવાના નિમિત્તે વજ પોતાનું શસ્ત્ર)ને લાંછનરૂપે રાખ્યું છે.
હવે દિવ્ય વસ્તુઓ પછી અષ્ટ માંગલિકમાં ગણાતી ચાર વસ્તુઓ પણ પરમાત્માના લાંછનરૂપે શોભે છે. કવિ કહે છે કે, સ્વસ્તિક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના લાંછનરૂપ હોવાથી જગતમાં માંગલિકરૂપે ગણાય છે. પરમાત્મા જેને અનુકૂળ હોય તે નાની વસ્તુ પણ જગતમાં વિશેષ આદરને પામે છે.
વળી, શ્રીવત્સ પણ શીતલનાથ પરમાત્માના લાંછનરૂપ હોવાથી માંગલિકમાં ગણાય છે. તેમ જ નંદ્યાવર્ત પણ અરનાથ ભગવાનના ગુણોને કારણે જ માંગલિકમાં સ્થાન પામેલ છે. ત્યારે કુંભે પણ લાંછનરૂપે પરમાત્માની સેવા કરી હોવાથી જ તે તારક ગુણ ધરાવનાર બન્યો છે. આ અને બીજા ચાર (ભદ્રાસન, વર્ધમાન, દર્પણ અને મીનયુગલ) જૈન પરંપરામાં ‘અષ્ટમાંગલિક' તરીકે વિખ્યાત છે. પરમાત્મા વિહાર કરતા હોય ત્યારે પરમાત્મા સન્મુખ આગળ આગળ દેવોએ રચેલા અષ્ટમાંગલિક ચાલે છે. તેમ જ ઘરની બહાર મંગળ માટે પણ આ “અષ્ટમાંગલિકાના ચિત્રો આલેખવાની પ્રથા છે.
લાંછનમાં કેટલાંક પશુ-પક્ષીઓનો પણ સમાવેશ થયો છે. આમાં કૌંચ અને ખગી ગેંડો) લંછન સાથે જૈનપરંપરાના સંદર્ભો જોડાયા છે. કલ્પસૂત્રમાં તીર્થંકર પરમાત્માની વિવિધ ઉપમાઓ દર્શાવતાં તીર્થકર પરમાત્માને ખગી (ગેંડા) જેવા એકલમલ્લ એક શિંગડાવાળા તરીકે ઓળખાવ્યા છે. કવિ કહે છે કે, શ્રેયાંસનાથ ભગવાન પણ ખડુગીના ઉપમાનવાળા (એકલમલ્લ) હોવાથી ખગ્રી તેમની સેવા કરે છે. ત્યારે કૌંચ પક્ષી સાથે સહજપણે જ રામાયણના નિમિત્ત સમી ક્રૌંચવધની ઘટનાનું સ્મરણ થાય, પણ કવિ જૈન પરંપરાની કથાનું સ્મરણ કરે છે. મેતાર્ય નામના તપસ્વી મુનિ સોનીને ઘરે ગોચરી માટે ગયા હતા, ત્યારે મુનિને જોઈ વહોરાવવા માટે સોની અંદરના ઓરડામાંથી ખાદ્ય પદાર્થો લેવા ગયો. તે સમયે સોની સોનાના જવ બનાવતો હતો. આ જવને સાચા જવ માની ક્રૌંચ પક્ષીએ ખાધા. બહાર આવીને સોનાના જવને ન
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) આ ૧૫૩
.
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org