Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હે નાથ ! અમારી જોડે બહુ ઉત્સાહપૂર્વક લગ્ન કર્યા અને હવે અમને અમારા કોઈ અવગુણ-અપરાધ વિના કેમ છોડો છો ? વળી તમે ચક્રવર્તી તરીકે બહુ પુરુષાર્થ કરી શત્રુઓને જીતી આ છ ખંડની સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેને આમ જ ભોગવ્યા વિના છોડી દેશો?
પરંતુ, શ્રી કુંથુનાથ આવા વિરહ-વિલાપથી મુંઝાયા વિના સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરી દીક્ષાને ધારણ કરી લે છે, અને જગતના સૌ જીવોનું કલ્યાણ કરે છે.
એ જ રીતે નેમિનાથ સ્તવનમાં રાજુલ સંયમસુંદરીને પોતાની શોક્ય ગણાવે છે. તે નવભવના સ્નેહની યાદ દેવડાવી નેમિનાથને સંયમસુંદરી જોડે સંબંધ બાંધવાની ના પાડે છે. પરંતુ “અનુભવમિત્ર'; રાજુલ અને સંયમસુંદરી જોડે મનમેળ કરાવે છે અને અંતે બંને સાથે શિવમંદિરમાં પ્રવેશે છે.
અંતે મહાવીર સ્વામી સ્તવનમાં પરમાત્માના જીવનચરિત્રના સંદર્ભે ગૂંથી પરમાત્માના ઉપકાર અહોભાવ દર્શાવે છે.
લઘુવયથી જેણે મેરુ ચળાયા, વીર વેતાળ હરાયાજી. દુર્ધર મોહ જોહ જીતીને, જ્યોતિર્મે જ્યોતિ મિલાયાજી જસ શાસનથી ખટદ્ધવ્ય પાયા, સ્યાદ્વાદ સમજાયાજી અભિનવ નંદનવનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયાજી.
(૩, ૨૪, ૩જી બાલ્યવયમાં જ મેરુપર્વત પર અભિષેક સમયે ઇંદ્રના મનની શંકા દૂર કરવા મેરુપર્વત ચલાયમાન કર્યો, અને પોતાના અપૂર્વ પરાક્રમ વડે પરીક્ષા લેવા આવેલા વૈતાલને (દેવતાને) હરાવ્યો, અને આ જ પરાક્રમની પરંપરામાં ભયાનક મોહને હરાવી સિદ્ધિગતિ પ્રાપ્તિ કરી. આવા નામથી પણ વીર અને કર્મથી પણ વીર એવા વિપ્રભુના શાસનથી છ દ્રવ્યોનું જ્ઞાન અને સ્યાદ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ યથાર્થ જ્ઞાનની અને દર્શનની પ્રાપ્તિના કારણે આ શાસન અભિનવ નંદનવન (ઇંદ્રના ઉદ્યાન) જેવું જ શોભાયમાન અને શીતલ જણાય છે. કવિની પ્રથમ ચોવીશીની સ્તવનરચના ગેયતાને કારણે નોંધપાત્ર છે. ગેયત્વ માટે કવિએ કરેલી સમગ્ર સ્તવનને સાંકળી લેતી પ્રાસરચના નોંધપાત્ર છે.
પ્રભુ તાહરી સૂરતિ મેં ધરી ધ્યાનમાં! ધ્યાનમાં ધ્યાનમાં ધ્યાનમાં રે વૃષભલંછન જિન વિનીતા વાસી, પણ શત ધનુ તનુ માનમાં.
જગઉરણ સવિ કીધો તેં તો, ધન વરસીદાનમાં. નાભિરાયા કુળમંડન ગાઉં, મરુદેવી સુત ગાનમાં. ચરણોત્સવ ઇંદ્રાદિક સારે, શ્રી જિન બેસે જાનમાં. ગીત ગાન પ્રભુ આગે નાચે, સાચે રાચે તાનમાં. ન્યાયસાગર પ્રભુ સેવક માચે, વાણી અમૃત પાનમાં.
વિ, ૧) ૯. ભક્તિરસઝરણાં ભાગ-૨ પ્રસ્તાવના મૃ. ૧૫
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org