Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિનાં અનેક સ્તવનો પર ઉપાધ્યાય યશોવિજયજીનો પ્રભાવ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. કવિએ પણ ગુણાનુરાગપૂર્વક અનેક સ્તવનોમાં “સુયશ' એવા શબ્દ દ્વારા ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે અહોભાવ દર્શાવ્યો છે. ઘેબર ભોજન સરસાં પીરસ્યાં, કુકસ બાકસ કીણ જિમે ?
(૪, ૬, ૧) શ્રી પદ્મપ્રભ જિનરાજને રે લો ! વિનતી કરું કરજોડ રે માહરે તું પ્રભુ એક છે રેલો ! મુજ સમ તાહરે કોડરે.
આ પંક્તિઓ પર યશોવિજયજીની પ્રથમ ચોવીશીના ક્રમશઃ ૧૬મા અને ૧૧મા સ્તવનનો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવાય છે.
કવિની રચનામાં જ્યોતિષશાસ્ત્રના અનેક સંદર્ભો ગૂંથાયા છે. ચંદ્રપ્રભસ્વામી તીર્થકરોના ક્રમમાં આઠમા છે અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આઠમો ચંદ્ર અશુભ ગણાયો છે. પરંતુ અહીં તો આશ્ચર્ય છે કે, આઠમો ચંદને સુખકર, અચરિજ એહ છે હો લાલ.''
| (, ૮, ૪) તેમજ,
સિંહિકેય સુત ભીતિ નિવારણ કામના રે. તિણ કારણ હું સેવક સ્વામી તાહરો રે.
(૩, ૧૬, ૫) ‘સિંહિકેય સુત” એટલે “રાહુ. સામાન્યપણે રાહુદોષની શાંતિ માટે જૈન પરંપરા અનુસાર નેમિનાથ ભગવાનની ઉપાસના દર્શાવવામાં આવે છે. પરંતુ કવિ અહીં શાંતિનાથભગવાનની ઉપાસના કરવાનું કહે છે. કારણ કે, કવિને બાહ્ય રાહુ કરતા અત્યંતર મોહરૂપ રાહુ-આવરણને દૂર કરવામાં વિશેષ રસ છે.
કવિએ કેટલેક સ્થળે તીર્થકરોના જીવનચરિત્રના સંદર્ભ ગૂંથી લીધા છે. કવિ “૧૭માં કુંથુનાથ ભગવાનના દિીક્ષા પ્રસંગે તેમની અનેક સ્ત્રીઓના વિરહ-વિલાપ આલેખે છે. “રુપે રતિ શ્રી રાની જાયા, અરજ કરે અંતરિયા.'
વિ, ૧૭, ૧) આ અંતઃપુરની રાણીઓની પ્રાર્થના શું છે?
નાહ વિવાહ ઉછાહ કરીઆએ, અવગુન બિન કરવું પરિહરિયા? ખટખંડ જીતી અરિ વશ કીને, ભૂંજે બિન ક્યું ફલ હરિયા?”
(૪, ૧૭, ૩-૪) ૭.જુઓ નવગ્રહશાંતિસ્તોત્ર ૮.આવું જ વિરહ વિલાપયુક્ત કુંથુનાથ સ્તવન માટે જુઓ ધીરવિજયજી કૃત સ્તવનચોવીશી પ્રકરણ-૭ ૧૫૬ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org