Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જોતાં સોની મુનિને પૂછવા માંડ્યો. પરંતુ મુનિ ક્રૌંચ પક્ષી પ્રત્યે અપાર કરુણાભાવને કારણે મૌન રહ્યા. ક્રોધિત થયેલા સોનીએ લીલી નાઘર વીંટી તડકામાં ઊભા રાખ્યા. લીલી નાઘર સુકાતાં ચામડી ખેંચાઈ હાડકાં તૂટવા માંડ્યાં. પરંતુ મુનિએ આ ઉપસર્ગ શાંતભાવે સહન કર્યો. મુનિનો દેહ પડ્યો અને મુનિએ નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ ઘટનામાં કૌંચ પક્ષી નિમિત્તરૂપ હોવાથી જાણે આ દોષ દૂર કરવા લાંછનરૂપે કૌચપક્ષી સુમતિનાથ પરમાત્માની સેવા કરે છે.
જી હો ! મેતારજ અપરાધીઓ, જી હો ! ઠીંચ વિહંગની જાત. જી હો ! તે અપરાધને માંન્ધા, જી હો ! લંછન મિસિ વિખ્યાત.
(૩, ૫, ) કવિએ વરાહ અને મગરમચ્છ જેવાં પ્રાણીઓ માટે લોકપ્રસિદ્ધ પૌરાણિક સંદર્ભોનો વિનિયોગ કર્યો છે. વિષ્ણુએ વરાહ-અવતાર ધારણ કરી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, આથી હવે થાકેલો “વરાહ વિમલનાથ ભગવાન પાસે આવી સુખ-શાંતિ માટે વિનંતી કરે છે. કવિમાં રહેલી શ્લેષ અલંકાર સર્જવાની શક્તિ મગરમચ્છ' લાંછનના સંદર્ભે પૂર્ણપણે ખીલી ઊઠી છે. મગરમચ્છને સંસ્કૃતમાં “મકર' કહેવાય છે. કામદેવતાનો ધ્વજ પણ “મગરની નિશાનીવાળો હોવાથી તે પણ મકરધ્વજ એવા નામથી ઓળખાય છે. સુવિધિનાથ પરમાત્માએ મકરધ્વજ એવા કામદેવને જીતી લીધો છે, તેની વિજયપતાકારૂપે ચરણોમાં મકરધ્વજ મગરમચ્છ)ને ધારણ કર્યો છે.
જીત્યો કામવિકાર, ન રહ્યો જાસ પ્રચાર આજ હો ! માનું રે મકરધ્વજ ધાર્યો તે ભણીજી.
(૩, ૯, ૩) આમ, કવિએ લાંછન જોડે જોડાયેલા અનેક સાંસ્કૃતિક સંદર્ભોને સાંકળી તેનાં રહસ્યોને કાવ્યાત્મક રૂપ આપ્યું છે.
કેટલાંક પશુ-પક્ષીઓ આ જગતમાં દીન પશુ-પક્ષીઓ તરીકે પ્રસિદ્ધ છે. બકરો પોતાનું દીનત્વ દૂર કરવા કુંથુનાથ ભગવાનની સેવા કરે છે. તો હરણ પણ શાંતિનાથ ભગવાનને ચરણોમાં શરણ આપવા વિનંતી કરે છે. શાંતિનાથ ભગવાને જે રીતે શરણાગત પારેવાની પ્રાણના ભોગે રક્ષા કરી હતી. એ રીતે હરણ પોતાનું રક્ષણ કરવા વિનંતી કરે છે, એમ જૈન-કથાના સંદર્ભે ગૂંથી આ વિનંતી વધુ ભાવવાહી બનાવી છે, તેમ જ શાંતિનાથ પરમાત્માના “કરુણાસાગર સ્વરૂપને પણ વિશેષ ઉઠાવ આપ્યો છે.
કેટલાંક પ્રાણીઓ જગતમાં ક્રૂર પ્રાણી તરીકે પ્રસિદ્ધ છે. નાગ પોતાના ઝેરીપણાને દૂર કરવા પાર્શ્વનાથ ભગવાનને વિનંતી કરે છે, તો યેન (સીંચાણો) પોતાની ક્રૂરતા દૂર કરવા અનંતનાથ પરમાત્માનાં ચરણોની સેવા કરી રહ્યો છે. ત્યારે પરમાત્માએ વાનરથી પણ અતિશય ચપળ એવા મનને વશ કર્યું છે એ જોઈ વાનર પરમાત્માના ચરણમાં સેવા કરી રહ્યો છે. તેમજ પરમાત્માએ છ જવનિકાય (સમગ્ર જીવરાશિ) પ્રત્યે જે કરુણા દર્શાવી છે, અને જૈનદર્શન દ્વારા કરૂણાનો માર્ગ વહેતો કર્યો છે. આથી સામાન્ય રીતે બલિ રૂપે ચઢાવાતો મહિષ પાડો) છ જીવનિકાયના પ્રતિનિધિ રૂપે જાણે પરમાત્માની સેવા કરે છે. • ૧૫૪ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org