Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઉદયરત્નજી કૃત સ્તવનચોવીશી
ઉદયરત્નજી તપાગચ્છના રાજવિજયસૂરિની પરંપરામાં થયેલા શિવરત્નજીના શિષ્ય હતા. તેમણે પોતાના સંસારી બંધુ અને કાકાગુરુ હંસરત્નજી માટે લખેલી સઝાયને આધારે તેમના જીવન વિશે જાણી શકાય છે. તેઓ પોરવાડ જ્ઞાતિના વર્ધમાન શેઠ અને રામબાઈના પુત્ર હતા. મુનિ હંસરત્નજી તેમના સંસારી અવસ્થામાં ભાઈ થાય. કવિની રચનાઓ વિક્રમના અઢારમા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલી પ્રાપ્ત થાય છે, તેના આધારે કહી શકાય કે, તેઓ અઢારમા શતકના ઉત્તરાર્ધમાં થયા હતા. આ ચોવીશી પણ સં. ૧૭૭૨ના ભાદરવા સુદ ૧૩, બુધવાર, અમદાવાદ મુકામે પૂર્ણ થઈ છે. એવી નોંધ મળે છે.
ઉદયરત્નજીના સર્જનમાં લીલાવતી-સુમતિવિલાસ-રાસ” “ભુવનભાનુ કેવલીનો રાસ જંબુસ્વામીરાસ” અષ્ટપ્રકારીરાસ' આદિ વીસેક રાકૃતિઓ, શાલિભદ્રનો સલોકો, શંખેશ્વરપાર્શ્વનાથનો સલોકો, વિમલ મહેતાનો સલોકો આદિ સલોકાઓ, નેમિનાથ રાજીમતી તેરમાસા, સ્થૂલિભદ્ર નવ રસો આદિ કૃતિઓ નોંધપાત્ર છે. તેમના અનેક સ્તવનો, સઝાયો આદિ ઉપલબ્ધ છે. તેમની પાર્શ્વશંખેશ્વરા સાર કર સેવક' નામની કૃતિ સાથે ઉત્તર ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ શંખેશ્વર તીર્થના મંદિરના બંધ બારણા ખૂલવાની ચમત્કારિક ઘટનાની દંતકથા જોડાયેલી છે.
આ ચોવીશીરચનામાં ઉદયરત્નજીની અન્ય કૃતિઓમાં જોવા મળે છે, તેવો સરળતાનો ગુણ જોવા મળે છે. આ ચોવીશીમાં ઉદયરત્નજીની વીતરાગ તીર્થંકર પરમાત્મા પ્રત્યેની દઢ શ્રદ્ધા-ભક્તિ પુનઃ પુનઃ ઘૂંટાતી અનુભવાય છે. આ ચોવીશીમાં કવિહૃદયની શ્રદ્ધાની અનુભૂતિ કેન્દ્રસ્થ રૂપ ધારણ કરે છે.
તીર્થંકર પરમાત્મા અન્ય દેવો કરતાં રાગ-દ્વેષરહિત વીતરાગ અવસ્થાને ધારણ કરનારા હોવાથી વિશિષ્ટ છે. જેઓ પોતે રાગ-દ્વેષથી મુક્ત થયેલા હોય, તેઓ જ અન્ય જીવોને તારવામાં સહાયભૂત થઈ શકે. કવિના હૃદયમાં પણ પરમાત્માનો આ તારકગુણ વસ્યો છે. આથી જ કવિ કહે છે.
સિદ્ધારથાના સુતના પ્રેમે પાય પૂજો રે. દુનિયામાં હિ એહ સરિખો, દેવ ન દુજો રે. ૧
(૪, ૧) ૧૦. અન્ય ટૂંકી રચનાઓ માટે જુઓ – ઉદયઅર્ચના સં. કાન્તિભાઈ બી. શાહ, કીર્તિદા જોશી પ્રકા. ૧૧. ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૩૮૨થી ૩૯૧
-- ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) એક ૧૫૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org