Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આવા પરમાત્માનાં જેમણે પ્રત્યક્ષ દર્શન કર્યાં – તેઓની વાણીનું શ્રવણ કર્યું તેવા જીવોની ધન્યતાને વર્ણવતાં કહે છે;
તે ધન પ્રાણી રે જિણે તુમ દેસનારે, સમયે નિરખ્ય નૂર, કર્ણ કચોલે રે વાણીની સુધારે, પીધી જેણે ભરપૂર.
(૩, ૧, ૪). પરમાત્માનું મોહનવિજેતા એવું સ્વરૂપ કવિચિત્તમાં દઢપણે વસ્યું છે. મોહરાજા સામાન્ય રીતે સૌ જીવોને પીડનારા છે, પરંતુ પરમાત્માના અપૂર્વ સામર્થ્ય આગળ તેનું કશું ચાલતું નથી.
મોહ નૃપતિ જે અટલ અયો, તુમ આગે ન રહ્યો તસ ચારો. વિષય કષાય જે જગને નડિયા, તુમ ઝાણાનલ શલભ ક્યું પડિયા.
(૩, ૨, ૩-જી. મોહરાજા જે અટલ અને બળવાન છે, તેનું સામર્થ્ય પણ તમારી આગળ કાંઈ ચાલી શક્યું નહિ. જગતને કષ્ટ દેનારા વિષયો અને કષાયો તો ધ્યાનરૂપી અગ્નિમાં પતંગિયાની જેમ સામેથી આવીને ભસ્મીભૂત થઈ ગયા.
આવા સામર્થ્યવંત પરમાત્માની સેવા, તેમનું ધ્યાન પણ ભક્તના ભવદુઃખોનો નાશ કરવા સમર્થ છે, એ અંગે કવિ દગંત આપતા કહે છે,
પવસરોવર તે રહો રે, પણ તસ મારુત તાપને ચૂરે રે પણ તમ ધ્યાન કામિત પૂરે રે, ભક્તિ કરવા કહો કુણ સૂરે રે.
(૩, ૩, ૩) પદ્મસરોવર તો દૂર હોય, પણ માર્ગમાંના પથિકને દૂરથી જ સરોવર પરથી આવતો પવન તાપને દૂર કરી દે, એ જ રીતે તમારું ધ્યાન માત્ર પણ સર્વ મનોવાંછિતને આપનારું થાય છે. આવી સામર્થ્યવાળી તમારી ભક્તિ હોય ત્યારે ભક્તિ કરવામાં કોણ પાછળ રહે?
કવિ પરમાત્માના પ્રબળ સામર્થ્યને કારણે તેમની નિશદિન અખંડ ભાવે સેવા કરવા ઇચ્છે છે. આ પાંચમા આરામાં પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન શક્ય નથી, ત્યારે કવિ આલંબન સ્વરૂપ પરમાત્મમૂર્તિની સેવાપૂજા કરવા ઇચ્છે છે.
કેશર ઘોર ઘસી શૂચિ ચંદન લેઈ વસ્તુ ઉદર અંગે ચંગી અવલ બનાઈ, મેલવી ઘનસાર જાઈ જુઈ ચંપક મરુઓ, કેતકી મચકુંદ બોલસિરી વર દમણો આણી, પૂર્વે જિણંદ મસ્તક મુગટ પ્રગટ વિરાજે, હાર હિયે સાર કાને કુડલ સૂરજમંડલ, જાણીયે મનુહાર.
, ૨-૩, ૪) આમ, વિવિધ દ્રવ્યોથી પૂજા કરવાને કારણે હૃદયમાં જાગેલા ઉલ્લાસપૂર્વક સાધક પરમાત્માની ભાવસ્તવના કરે છે. તે ભાવસ્તવનાનું રૂપકાત્મક આલેખન કરતાં કહે છે; ૧૫૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org