Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રી ન્યાયસાગરજી કૃત સ્તવનચોવીશી
ઉત્તમસાગરજીના શિષ્ય ન્યાયસાગરજી મહારાજે બે સ્તવનચોવીશીઓની રચના કરી છે. તેઓ ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિના મોટા શાહ અને રૂપાંદેના પુત્ર હતા. તેમનું પૂર્વાવસ્થાનું નામ નેમિદાસ હતું. તપાગચ્છીય પ્રસિદ્ધ વિદ્વાન ધર્મસાગરજીની પરંપરામાં થયેલા ઉત્તમસાગરજી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. ન્યાયસાગરજી અતિવિદ્વાન અને વાદવિવાદમાં નિપુણ હતા. તેમણે બે ચોવીશી, એક વીશી, શ્રાવક વ્રતરાસ નામક રાસકૃતિ, સમ્યક્ત્વ વિચાર ગર્ભિત સ્તવન આદિ કૃતિઓ રચ્યાની નોંધ મળે છે. સં. ૧૭૯૭માં અમદાવાદ મુકામે તેમનો કાળધર્મ થયો હતો. તેમનો સમય સં. ૧૭૨૮થી સં. ૧૭૯૭ ગણી શકાય.
તેમણે બે ‘સ્તવનચોવીશીઓ રચી છે. તેમાંની પ્રથમ સ્તવનચોવીશીના સ્તવનો ત્રણ-ચાર કડીના ટૂંકા સંગીતાત્મક યાને ગેયતાપ્રધાન છે. બીજી ચોવીશીના મોટા ભાગના સ્તવનોમાં કવિએ મનોરમ્ય કલ્પનાઓથી ઉત્પ્રેક્ષા અલંકાર સર્જી તે દ્વારા લાંછનના રહસ્યને સ્પષ્ટ કરવા ઇચ્છઠ્યું છે. આ બન્ને ચોવીશીરચનાઓમાં કવિની પ્રતિભાનાં દર્શન અવારનવાર સુપેરે થાય છે.
કવિને તીર્થંકર પરમાત્માની સેવકભાવે ઉપાસના કરવાની ઇચ્છા છે.
અજિત જિગંદા સાહિબ ! અજિત જિર્ણદા
તું મેરા સાહિબ મેં તેરા બંદા, સાહિબ અજિત જિણંદ.
(૯, ૨, ૧)
૫રમાત્મા પ્રતિ આવો સેવકભાવ જાગ્યો છે કારણ કે પરમાત્માએ સકળકર્મો જીતીને અજિત પદ પામ્યું છે, તેમ જ તે અજિત’પદ પામવાનો માર્ગ જગતના જીવોને દર્શાવ્યો છે.
ચ્યારે રુપેરે ચૌવિધ દેશના રે, દેતા વિજન કાજ માનું એ ચઉગતિના જન તા૨વા રે, છાજે જ્યું જલધર ગાજ.
(૬, ૧, ૩)
સમવસરણના મધ્યભાગમાં ચારે દિશામાં ચાર રૂપો ધારણ કરી જગતના લોકોને તારવાળા માટે દેશના આપનારા તેઓ જાણે ઉપકારરૂપી વૃષ્ટિ માટે વાદળ જેવા ગર્જી રહ્યા છે.
૬. () ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૦૧થી ૬૧૮ (વ) ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૨૨થી ૬૪૦
Jain Education International
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૪૯
For Personal & Private Use Only
www.jainelibrary.org