Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિએ અરિહંત પરમાત્મા માટે શાસ્ત્રમાં વર્ણવેલી મહાસાર્થવાહની ઉપમાને ૧૦મા સ્તવનમાં સુંદર રીતે ગૂંથી છે. ૧૦મું સ્તવન છંદોના ઉપયોગની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સંસારરૂપી ભયાનક વનનું વર્ણન કરતાં કહે છે,
કતાર ચિહુદિશી મહાભિષણ, ચતુરગતિ સંસાર. ભવ ગહન ગહવર અતિ ભયંકર, જોતા ન દિસે પાર. . જિહાં વિવિધ ચિંતા રૂપ બહુલી, ઝંસે ઝખર જાળ. જગતુ ભૂલા ભમર દેતા, ભમિ તેહ વિચાળ.
(૧૦, ૧) ચાર ગતિરૂપી સંસાર ભયાનક જંગલની જેમ ચારે દિશામાં ફેલાયેલું છે. વિશાળ, ભયંકર અને જોતાં પાર ન આવે એવું આ જંગલ વિવિધ ચિંતા રૂપી બહુ જાળીના ફેલાવાથી ઘેરાયેલું છે. જગતનાં જંતુઓ ભૂલાં પડેલાં, ભમરી દેતાં આમ તેમ તે ભૂમિની વચ્ચે ફરી રહ્યાં છે. તેમજ, ત્યાં તૃષ્ણારૂપી નદીનું ભયાનક પૂર આવ્યું છે, જેમાં લોભરૂપી કાદવનું કળણ છે અને ત્યાં અભિમાનરૂપી અજગર બધાને ગળવા માટે ધસી રહ્યો છે. મિથ્યાત્વરૂપી પર્વતે ઘણી ઊંચાઈ ધારણ કરી છે અને મહામૂઢતારૂપી અંધકારને કારણે નિર્મળ જ્ઞાનનો પ્રકાશ ફેલાતો નથી. વળી, વિકરાળ મોહરૂપી વિરૂપ પિશાચ ભયાનક હુંકાર કરી રહ્યો છે. પંચઇંદ્રિયોના વિષયરૂપી ભયાનક લૂંટારાઓ વસે છે, જેઓ જીવને લૂંટતાં વાર લગાડતા નથી. તેમજ કર્મરૂપી ભયાનક દાવાનળ ચારે દિશામાં ફેલાયેલો છે અને ક્રોધરૂપી સર્પ હુંકારા મારી રહ્યો છે. આવા ભયાનક વનમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાતો નથી. ત્યાં જ કોઈ પુણ્યસંયોગે સદ્ગરનો યોગ થયો અને તેમણે મને સંસારમાંથી પાર ઉતારનાર સાર્થવાહ સમાન પરમાત્માનાં દર્શન કરાવ્યાં. ભવદુઃખોથી ત્રસ્ત જીવ આવા સંસારરૂપી જંગલમાંથી તારવા માટે સાર્થવાહ સમાન પરમાત્માને ભાવપૂર્વક વિનંતી કરે છે, તું શિવપુરનો સારથવાહજી, પાર ઉતારે ધરી ઉછાહજી.'
(૧૦, ૫) આવા ભવ-વનમાં સાર્થવાહ સમાન પરમાત્માને પોતાના મનમંદિરમાં પધારવા વિનંતી કરે છે તેમાં માર્દવ અને હૃદયની કોમળતા પ્રગટ થાય છે;
મુજ મનમંદિર પ્રાહુણા રે. જો આવો એકવાર તો રાખું પાલવ ઝાલીને હો લાલ, ઘણીય કરી મનોહાર.'
(૧૨, ૨). પોતાના મનમંદિરને પરમાત્માના આગમન માટે કેવું સુશોભિત કર્યું છે તેનું પણ કવિએ સુંદર વર્ણન કર્યું છે.
‘તુમ વસવાને યોગ્ય છે રે, મનોહર મુજ મનગેહ. ચિત્રશાળી જિહાં ચિહું દિશેહી લાલ, જિ અનુભવરહ. સુમતિ અટારી શોભતી રે, મંડપ જિહાં સુવિવેક મોહતિમિર ટાળ્યા વળી હો લાલ જ્ઞાન પ્રદીપ છે.
૧૪૬ ૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org