Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઝંકારવ કરી રહ્યા છે અને કોયલની જેમ ગણધરો કલરવ કરી રહ્યા છે આવો આ અભિનવ આંબો પ્રગટ્યો છે. આ અભિનવ આંબાનું રૂપક મલ્લિનાથ ભગવાન માટે એકદમ ઉચિત છે. કારણ કે તેમના શરીરનો રંગ પણ નવકિસલય (નવા આમ્રપત્ર) જેવો લીલો છે.
હાંજી ! નવ કિસલય દળ સારિખી, છબી જેહની નલવાન હાંજી! મલ્લિ જિનેસર મુજ મને, જંગમ સુરવૃક્ષ સમાન..
' (૧૯, ૬) આમ, કવિએ આમવૃક્ષનું રૂપક મલ્લિનાથ ભગવાન માટે સાવંત મનોહર રીતે આલેખ્યું છે.
આવું જ બીજું એક રૂપક પરમાત્માની વાણીને વર્ષાઋતુ સાથે સરખાવવા માટે પ્રયોજ્યું છે. શયામવર્ણ મુનિસુવ્રતસ્વામીને શ્યામ મેઘનું રૂપક આપીને ૨૦મા સ્તવનમાં કવિએ ઔચિત્યપૂર્વક વષસ્તુનું નાનું શું રૂપક કાવ્ય જ રચ્યું છે.
“ઐન અષાઢો ઉમટ્યોજી, ત્રિભુવનને હિતકાર. જિનવર ઉલટટ્યો એ જલધાર. વરસે વરસે વચન સુધારસ જોર રે, નિરખી હરકે પરખદા જનમન મોરે રે.” ..
(૨૦, ૧) વચન રૂપી અમૃતને વરસાવનાર મુનિસુવ્રતસ્વામીના વર્ણનું મેઘ સાથેનું સામ્ય વર્ણવતાં કહે છે;
શ્યામ શીરે ઓપે નખ ઉજાસ રે, જલઘટામાં જાણે વીજ પ્રકાશ રે; સુરદુંદુભિનો ઉઠ્યો શબ્દ અખંડ રે, ગર્જારવ શું ગાજી રહ્યો બ્રહ્માંડ.”
(૨૦, ૨) પરમાત્માના શ્યામ દેહમાં તેજસ્વી ચમકતાં નખો જાણે વાદળની વચ્ચે વીજળીનો પ્રકાશ ને હોય એવા શોભાયમાન થઈ રહ્યા છે. અને સુરદુંદુભિનો અવાજ તો જાણે વાદળોના ગડગડાટ વડે આખા બ્રહ્માંડને ગજાવતો હોય એવો અનુભવાય છે.
આ વરસાદની મનુષ્યોના મન પર થયેલી આનંદદાયક અસરને રવાનુકારી શબ્દો અને વર્ણાનુપ્રાસયુક્ત પદાવલી દ્વારા વણવતાં કહે છે;
ઝરમર ઝરમર ઝડિમડી વરસંત રે, ચાતકની પરે ચતુરપુરુષ હરખંત રે થઈ રોમાંચિત શીતળ સહુની દેહ રે, મનમેદનીયે પસર્યો પૂરણ નેહ રે.
(૨૦, ૪) પરમાત્માને વંદન કરવા માટે આવતાં દેવતાઓ જાણે આકાશમાં બગલાની શ્રેણિ જેવા શોભી રહ્યા છે. તેમજ ધર્મધ્વજ ઇંદ્રધનુષ જેવી શોભી રહી છે. દુકાળ અને તાપ દૂર ચાલ્યા ગયા છે. આવા મનોહર વાતાવરણમાં,
પ્રમુદિત મુનિવર ઘદુર ડહકે જ્યાંહિ રે,
જિનગુણ રાતા ભવિક મમોલા ત્યાંહિ રે. આવ્યો વેગે દુરિત જવાસ કો અંતરે,
ગિરિવરની પેરે હરિઆ થયા ગુણવંત રે' (૨૦ ૬)
૧૪ ને ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org