Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આ વર્ષાઋતુમાં મુનિ રૂપી દેડકાઓ આનંદિત થઈને અવાજ કરી રહ્યા છે અને જિનેશ્વરના ગુણમાં રાતા બનેલા મમોલારૂપી (એક પ્રકારના પાણીમાં રહેનારા જીવો) ભાવિક જીવો આનંદ પામી રહ્યા છે. પાપરૂપી જવાસા સુકાઈ ગયા છે અને પર્વતોની જેમ ગુણવંત પુરુષો હરિયાળા થઈ ગયા છે. કવિની રચના શબ્દોની પસંદગી, ભાષા, ભાવ-વૈભવ સર્વ દૃષ્ટિએ જાણે વર્ષાઋતુનો વૈભવ જ ધારણ કરી લે છે.
થઈ નવપલ્લવ સત શાખા સુખવેલ રે,
ચિહુ દિશે પૂરે ચાલે સુકત રેલ રે. પ્રવચન રચના સરોવર લહિર તરંગ રે, સુધો જિન સારસ ખેલે અધિક ઉમંગ રે.
(૨૦, ૭) સતરૂપી વૃક્ષોની શાખાઓ સુખરૂપી વેલીઓ નવપલ્લવિત થઈ છે, ચારે દિશામાં સુકૃતરૂપી પૂર આવ્યું છે. પ્રવચન-રચનારૂપી સરોવરમાં તરંગોની લહેરો ઊઠી રહી છે. સારસરૂપી જૈન ભાવકો આ મનોહર વાતાવરણમાં ઉમંગપૂર્વક ક્રીડા કરી રહ્યા છે.
આ સમગ્ર કાવ્ય મધ્યકાલીન જૈનસાહિત્યમાં એક ઉત્તમ પંક્તિના રૂપકાત્મક સ્તવનકાવ્ય તરીકે નોંધપાત્ર છે.
કવિએ સૂર્ય અને ચંદ્રની પરંપરાગત ઉપમાને પણ પદ્મપ્રભસ્વામી અને ચંદ્રપ્રભસ્વામીના સ્તવનમાં મનોહર રીતે આલેખી છે. સૂર્ય કરતાં પણ પરમાત્મા વધુ તેજસ્વી અને શ્રેષ્ઠ છે તે વાત કવિ સુંદર રીતે આલેખે છે.
દિનકરને વાદળ રુંધ. વળી તે અંગે અધૂરો મુજ પ્રભુ અપ્રતિહત પ્રકાસી, સકલ પદારથ પૂરો. ૬ અંબરમણિ અંબરતલ મારગ, આઠે પહોરે ભમતો રે અચળવિલાસી એ મુજ સાહેબ, શિવવધૂ સંગે રમતો. ૭
(૬, ૬-૭) સૂર્યને વાદળ રૂંધ છે અને તે પૌરાણિક માન્યતા અનુસાર પગ વિનાનો હોવાથી અંગે અધૂરો છે. મારા પ્રભુ તો ક્યારેક રૂંધાય નહિ એવા અપ્રતિહત પ્રકાશ ધરાવનારા અને સર્વ પદાર્થોમાં પૂર્ણ છે. સૂર્ય આકાશનો મણિ ભલે કહેવાતો હોય, પરંતુ તે આકાશમાર્ગ પર આઠે પ્રહર-દિવસ-રાત) સતત પરિભ્રમણ કરે છે, ત્યારે મારા પ્રભુ અચળ છે, અને શિવવધૂના સંગે રમે છે. ચંદ્ર સાથે પરમાત્માનું સામ્ય દર્શાવતાં કહે છે,
અમૃતસાવી ચંદ્રમા, પ્રભુ અનુભવ રસ ગેહ ચતુર ભવિક ચકોરને રે, નેણ ઉપાએ નેહ.
(, ૪) ચંદ્રમા અમૃતને વરસાવે છે, ત્યારે પરમાત્મા અમૃતથી પણ અધિક મધુર અનુભવરસના ભંડાર છે. જે ચતુર ભવિકજનો રૂપી ચકોરની આંખમાં સ્નેહ જન્માવે છે.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org