Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિ ક્યારેક લૌકિક વ્યુત્પત્તિનો સહારો લઈ શ્લેષ અલંકાર સર્જે છે,
તુજ મૂરતી માયા જિસી રે લો.
ઉર્વશી થઈ ઉઅરે વસી રે લો.’ ( ). કવિ પરમાત્માની તારક-શક્તિને અનન્વય અલંકાર દ્વારા મૂર્ત કરે છે.
તે જિમ તાય તિમ કુણ તારે ? કુણ તારક કહું એડવો,
સાયરમાન તે સાયર સરીખો, તિમ તું પિણ તું જેહવો. ( ). સાગર”ની જેમ તુલના ન હોય, તેમ તમારી તારક-શક્તિની પણ કેવી રીતે તુલના થાય? કવિ પાર્શ્વનાથ ભગવાનના આંતરિક ઉજજ્વલ રૂપને વિરોધાભાસ અલંકાર અને ચમત્કૃતિ દ્વારા આલેખે છે,
પુરિસાદાણી શામળ વરણો, શુદ્ધ સમકિતને ભાસે. શુદ્ધ પૂજ જિણે કીધો તેહને, ઉજ્વળ વરણ પ્રકાશે.
(૨૩, ૧) પુરિસાદાણી પાર્શ્વનાથ ભગવાનનું વિશેષણ) આપ વર્ણમાં થામ છો, પરંતુ આપ અત્યંતર સમ્યગુણોને કારણે મિથ્યાત્વની કાળાશ દૂર કરી હોવાથી તે મિથ્યાત્વ કર્મદળના પૂંજને શુદ્ધ કર્યા હોવાથી ઉજ્વળ વર્ણવાળા શોભી રહ્યા છો.
પરમાત્માના અપૂર્વ જ્ઞાનાદિક ગુણોની યાચના કવિ વ્યવહારજીવનના દષ્ટાંતની સહાયથી કરે છે. તમારી એક કરુણાષ્ટિ મારાં કાર્યો સિદ્ધ કરનારી થશે જ, એ માટે કવિ કહે છે, જેમ પડે કણ કુંજર મુખથી, કીડી બહુ ધનવંતી.'
(૨૩, ૫) કવિએ વિવિધ સ્થળોએ પૌરાણિક સંદર્ભો છૂટથી વાપર્યા છે, જે જૈન કવિની બહુશ્રુતતાની સાબિતીરૂપ બને છે.
દા.ત., વિમલનાથ ભગવાનના સ્તવનમાં વરાહ અવતારનો ઉલ્લેખ. ચંદ્ર કળા ધારક શિવનો ઉલ્લેખ.
પરમાત્માની ઉપાસના-સેવા કઈ રીતે કરવી ? તે અંગેના પરસ્પર-વિરોધી મતોને માંડી કવિએ ‘વિરોધાભાસ અલંકાર દ્વારા પોતાના મનની મૂંઝવણ રજૂ કરી છે. લોકો મનને રાગ-દ્વેષરહિત કરવાનું કહે છે, પરંતુ પરમાત્મા પ્રત્યે સ્નેહભાવ ધારણ કરવો તે પણ “રાગ' જ કહેવાય. નિચગે પ્રભુને બાઈએ, કાંઈ તે પિણ રાગ કહેવાય.
(૨૪, ૨) કેટલાક પરમાત્માના નામનું ધ્યાન કરવાનું સૂચવે છે, તોપણ કવિ પ્રશ્ન પૂછે છે કે, પ્રેમ (રાગ) વગર તાન કેવી રીતે આવે ? નામ ધ્યાતાં જો ધ્યાએ રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે.”
(૨૪, ૩). આમ ચારે બાજુ - સાધનામાર્ગમાં પણ મોહવિકારને ફેલાયેલો જોઈ ભક્ત પૂછે છે કે, ૧૪૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org