Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિને હૃદયમાં દઢ શ્રદ્ધા છે કે, મારો સ્વામી ક્યારેક પ્રસન્ન થશે, અને તેમની કૃપાથી મારી સર્વ વાતો સિદ્ધ થશે. આથી જ ભક્ત આર્જવ હૃદયે પ્રાર્થના કરે છે કે,
ચાહીને દીજે હો ચરણની ચાકરી,
ઘો અનુભવ અમ સાજ. કવિ જેમનાં ચરણોની સેવા ઝંખી રહ્યા છે, તે પરમાત્મા કેવા છે?
પ્રભુ થોડાબોલો ને નિપુણ ઘણો, એ તો અનંત કાજ કરનાર.'
(૫, ૨) મારો સાહેબ બહુ બોલનાર નથી, પરંતુ થોડું બોલીને ઘણું કાર્ય સિદ્ધ કરનાર છે. થોડું બોલવાથી શું, એમની કેવળ કરુણા-નજર પણ ભક્તને માટે તારનારી બની શકે એમ છે.
એકણ કરૂણાની લેહેરમાં, નિવાજે કરે નિહાલ – સનેહી.'
(૫, ૩) કેટલાક લોકો ભક્તની ભવસ્થિતિ પાકે ત્યારે જ મોક્ષ થાય એવું જણાવે છે. પરમાત્મા સાધકને પરમપદ કેવી રીતે આપી શકે એવો પ્રશ્ન પૂછે છે. ત્યારે કવિ તેઓને ઉત્તર આપતા જણાવે છે કે, આંબો ઋતુમાં જ પાકે, એ વાત તમારી સાચી, પરંતુ ઋતુમાં આંબા પાકવા માટે પણ તેની યોગ્ય સેવા કરવી જોઈએ. આમ મોક્ષ મેળવવા માટે પણ પરમાત્માની સેવા આદિ યોગ્ય ઉપાયો કરવા જ પડે ‘ફળ તો સેવાથી સંપજે, વિણ પણ ન ભાંજે ખાજ.' (૫, ૬) ખણ્યા વિના ખંજવાળ દૂર થતી નથી, તેમ યોગ્ય પુરુષાર્થ કર્યા સિવાય પરમપદની પ્રાપ્તિ થતી નથી.
પરમાત્માને “સાહેબ” તરીકે અને પોતાના જીવાત્માને સેવક તરીકે તો સ્વીકાર્યા, પરંતુ પૂર્વની મૈત્રીના મધુર સ્મરણના બળે કવિ સાહેબ પ્રત્યે પ્રેમોચ્ચારપૂર્વક વિવિધ કટાક્ષો અને વક્રોક્તિભરી ભાષામાં પોતાની વાત રજૂ કરે છે. પરમાત્મા સાહિબ' જોડે હૃદયની મૈત્રી છે, આથી “સાહેબથી કશું છુપાવ્યા વિના મહેણાં મારે છે, કટાક્ષો કરે છે અને વક્રોક્તિસભર વચનો વડે પરમાત્માને તારવાની વિનંતી કરે છે. - કવિ કહે છે કે,
તમે સ્વામી, હું સેવાકામી, મુરે સ્વામી નિવાજે. નહિ તો હઠ માંડી માંગતાં, કિશવિધ સેવક લાજે.
(૩, ૪) પરમાત્મા, તમારો કૃપા કરવાનો ધર્મ છે, અને હવે કૃપા ન કરો તો તમે જ લાજશો? સેવક હઠ કરી માંગતા કેમ લાજશે? વળી સેવકનો ઉદ્ધાર કરતા યશ તો તમારો જ ગવાશે –
દાસ ઉધાસે હો સાહેબજી! આપણો રૂં હીવે સુજસ સવાય.
(૧૨, ૩) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) - ૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org