Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સેવક પર કૃપાદૃષ્ટિ કરવાથી જ સ્વામીનો યશ જ ગવાશે, કોઈ નિંદા નહિ કરે તેની પુનઃ ખાતરી આપતાં કહે છે, સુનિજર કરશો તો વરશો વડાઈ, સુકહીશું પ્રભુને લડાઈ.
તમે અમને કરડ્યો મોટા,
કુણ કહેશે પ્રભુ! તુમને ખોટા રે.
(૨૧, ૨, ૩).
પોતાની જોડે પ્રીતિ-સંબંધ કરવામાં કોઈ મનમાં અંતર ન રાખવા કહે છે, તો જ તમારો કળિયુગમાં યશ ગવાશે.
| નિરવહેશ્યો જો પ્રીત અમારી, કલિમાં કરતિ થાર્થે તમારી રે.
ધૂતાઈ ચિતડે નવિ ધરશ્યો, કાંઈ અવળો વિચાર ન કરશ્યો રે. પરમાત્મા અનેકોને તારવા સમર્થ છે, તો પછી પોતાનાથી કેમ અંતર રાખે?
તે તાય કોઈ કોડ, તો મુજથી શી હોડ
આ છે લાલ! મેં એવડો શ્યો અલેહણોજી.. " મુજ અરદાસ અનંત, ભવની છે ભગવંત આ છે લાલ ! જાણને શું કહેવું?
(૪, ૬) ક્યારેક પરમાત્મા પાસે અતિ નમ્ર બની સમ્યકત્વની યાચના કરે છે. સમકિતદાતા સમકિત આપો, મન માંગે થઈ મીઠું”
(૩, ૧). પરમાત્મા સમ્યકત્વ-ગુણના સ્વામી છે. પરમાત્માને સમ્યકત્વ પ્રાપ્ત થયેલું છે. પ્રાપ્ત થયેલા ગુણને ફરી પ્રાપ્ત કરવામાં શું મોટાઈ ? પરંતુ વ્યક્તિને જે વસ્તુની જરૂરત હોય તે વસ્તુ આપવામાં જ મોટાઈ છે, એમ કવિ વિનંતી કરે છે.
ઈમ મત જાણો જે આપે લહીએ, તે લાધુ શું લેવું પણ પરમારથ પ્રીછી આપે તેમ જ કહીયે દેવું.
(૩, ૨) પરમાત્મા આગળ પોતે પૂર્ણ-ભક્તિભાવ ધરાવે છે, પરંતુ પરમાત્મા ભક્ત પ્રત્યે આવો જ પ્રેમભાવ ધરાવે છે કે નહિ, એવો ભક્તને પ્રશ્ન થાય છે. અમે પણ ખિજમતમાંહિ ખોય કિમ થાયર્યું?
(૧૬, ૧, ૫) ભક્ત સેવામાં ખોટો નથી, આથી જ અધિકારપૂર્વક કહે છે કે,
પૂરણ પ્રેમ રાખો વિમાસો શું?’ અવસર લહી એકાંત વિનવીએ છીએ અમે.
(૧૬, ૧, ૬)
૧૩૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org