Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હાંરે મારા નયણાં લંપટ જોવે ખિણ ખિણ તુજ જો, ચતાં રે પ્રભુ રૂપે રહે વારીઆ રે લો.
(૧૫, ૬) પરમાત્માના અદ્દભુત રૂપ પર પોતાની આંખો લંપટ બની છે, અને પરમાત્માના રૂપમાં રાતા' પૂર્ણ આસક્ત બન્યા છે. આ એટલું સુંદર છે કે આ રૂપ જોઈને ઇન્દ્રોની આંખ મળી નથી, તેઓ આ રૂપને જોતાં જોતાં “અનિમેષ નેત્ર ધરાવનારા થયા છે. આ વાત વર્ણવતાં કહે છે,
વિમલ જિર્ણદશું જ્ઞાનવિનોદી મુખ છબિ શશી અવિહેલેજી સુરવર નિરખી રૂપ અનોપમ, હજીયે નિમેષ ન મળે.
(૧૩, ૧)
ચંદ્રને પણ ઝાંખી પાડતી પ્રભુની મુખ-છબિ અને અનુપમ રૂપ જોતાં જ આશ્ચર્યચકિત થયેલા ઇંદ્રો અનિમેષ બની ગયા છે, આમ કહેવામાં કવિની અલંકારરચનાની કુશળતાનાં દર્શન થાય છે.
આવા અદ્ભુત પરમાત્મા જોડે ગાઢ પ્રીતિ જાગી છે, આથી તે પરમાત્માને પળ પળ સંભારે છે, તેનું આલેખન કરતા કહે છે કે,
હો! પ્રભુ ખિણ ન વિસારું તુજ જો તંબોલીના પત્ર તણી ફેરતો રે લો. હો ! પ્રભુ લાગી અને માયા જોર જો. દિયરવાસી સુસાહિબ તુમને હેરતો રે લો.
(૨૦, ૨) તંબોલી પાન સુકાઈ ન જાય, એ માટે વારંવાર પાનને ફેરવતો રહે છે, એવી જ રીતે મારા મનમાંથી તમારું સ્મરણ કદી દૂર નથી થતું એમ કહેતાં કવિનું ઉપનાનાવિન્ય તરત ધ્યાન ખેંચે છે.
પરમાત્મામાં ડૂબેલું મન પરમાત્માનો સંગ કોઈ પણ હિસાબે છોડવા ઇચ્છતું નથી. પરમાત્મા ભલે અનેક રૂપ બદલે, પરંતુ પોતે પરમાત્માનો સાથ છોડશે નહિ, એની વાત આલેખતાં કવિ કહે છે,
તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના. વાસના તો હું ભમર ન ચૂકું આસના. તું છોડે પણ હું કેમ છોડું ? તુજ ભણી.
(૧૬, ૧, ૪) પરમાત્મા જળ સમાન હોય તો જીવાત્મા કમળ અને કમળ હોય તો સુગંધ, સુગંધ હોય તો ભમરો આમ ભક્ત હવે કોઈ પણ હિસાબે પરમાત્માનો સંગ છોડવા તૈયાર નથી, સદા પરમાત્માનો જ સંગ ઈચ્છે છે.
આવા પરમાત્માના અનેક ગુણો હૃદયમાં વસ્યા હોવાથી પૂર્ણ પ્રીતિ પ્રગટી છે, અને આ પૂર્ણ પ્રીતિને કારણે ભક્તનું મન પરમાત્માની સેવા કરવા તત્પર બન્યું છે.
હાં રે ! મારે ધર્મ જિર્ણોદ શું લાગી પૂરણ પ્રીત જો,
જીવડલો લલચાણો જિનજીની ઓળગે રે લો. ૧૩૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org