Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
માંગણી કરે છે. એટલું જ નહિ, પરમાત્માને અનેક કટાક્ષો, વ્યાજસ્તુતિ, વક્રોક્તિ આદિ વડે પોતાની મૈત્રીની યાદ દેવડાવી પરમાત્માને તેમનું સામર્થ્ય જાગ્રત કરી ભક્તને તારવા માટે કહે છે. આ વિલક્ષણ વક્રોક્તિ એ આ ચોવીસીનો મુખ્ય આસ્વાદ્ય અંશ બને છે. કવિ પોતાના પરમાત્મા જોડેની અનાદિકાલીન મૈત્રી સંબંધની વાત આલેખતાં કહે છે;
પ્રભુજી! ઓલંભડે મત ખીજો બાળપણ આપણ સનેહી, રમતા નવ નવ વેશે. આજ તુને પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારનિવેશે.”
(૧, ૧, ૧) આપણે સંસારમાં સાથે રમતા હતા, તે વાત તને સાંભરે છે? આ પુરાતન પ્રીતિનું સ્મરણ કવિના અંગે-અંગને રોમાંચિત કરે છે.
પ્રથમ તીર્થકર સેવના, સાહિબા ! ઉદિત હૃદય સસનેહ જિર્ણોદ મોરા હે. પ્રીત પુરાતન સાંભરે, સાહિબા રોમાંચિત શુચિ દેહ.
(૧, ૨, ૧) આ યુગ-યુગ જૂની પ્રીતિને કારણે સાહિબાની નવરંગ રીતોનું કવિને અત્યંત આકર્ષણ છે. સાહિબા ! દુર થકાં પણ સાજણા, સાહિબા સાંભરે નવરંગ રીત.
(૧, ૨, ૪) પરમાત્મા પુણ્ય વડે જિનેશ્વર દેવ થયા છે, પરંતુ પોતે અનાદિની મૈત્રી ભૂલ્યા નથી, એ વાત કવિ પોતે ભારપૂર્વક જણાવે છે;
આપણ બાળપણના સ્વદેશી, તો હવે કિમ થાઓ છો વિદેશી. પુયે અધિક તુમ હુઆ જિપ્સદા, આદિ અનાદિ અમે તો બંદા.
(૨, ૨, ૧) ભક્તને માટે પરમાત્મા બાળપણના મિત્ર છે, આથી આજે ભલે પરમાત્મા જગતના નાથ બન્યા હોય, પરંતુ પૂર્વ મૈત્રી સંભારતા કવિના હૃદયમાં પરમાત્મા પ્રત્યે ગાઢ પ્રીતિ જન્મી છે. પળપળ ભક્ત પરમાત્માનું સ્મરણ કરે છે.
પ્રભુજી શું બાંધી પ્રીતડી, એ તો જીવન ગદાધાર સાચો તે સાહેબ સાંભરે, ખિણમાંહે કોટિક વાર.
(૫, ૧). આ પ્રીતિમાં પરમાત્માનું અલૌકિક રૂપ પણ આકર્ષણનું કારણ બન્યું છે.
હાં રે તારે મુખને મટકે અટક્યું માહરૂં મન જો,
આંખડલી અણીયાળી કામણગારીઆ રે લો.
૨.અહીં જે ત્રણ અંકો દર્શાવ્યા છે, તેમાં પ્રથમ અંક તીર્થંકરના અંકને સૂચવે છે. બીજો એક સ્તવનને સૂચવે છે, અને ત્રીજો એક કડી સૂચવે છે (૧, ૧, ૧) એટલે ઋષભદેવ ભગવાનના પહેલા સ્તવનની પહેલી કડી.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org