Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છો ત્યાગી શિવલાસ વસો છો, દઢરથસુત રથે કિમ બેસો છો.
(૯, ૨) પરમાત્મા ચારિત્રને ધારણ કરનાર હોવા છતાં ઘોડા પર કેમ બેસો છો એવો પ્રશ્ન પૂછે છે. વળી શિવવાસમાં વસનારા હોવા છતાં દઢરથરાજાના પુત્ર રથમાં કેમ બેસો છો એવા પ્રશ્ન પૂછે છે. પ્રશ્નની હારમાળા આગળ ચલાવતા કવિ કટાક્ષની ધાર વધુ તીવ્ર બનાવતા જાય છે. આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશો, હરિહરાદિકને કણ વિધ નડશ્યો.
(૯, ૨) ધુરથી સકળ સંસાર નિવાર્યો. કિમ ફરી દેવદ્રવ્યાદિક ધાર્યો. તજી સંજમને થાયો ગૃહવાસી, કુણ આશાતના તજશે ચોરાસી.”
(૯, ૩) પરમાત્માની ભક્તિ માટે કરાતા વિવિધ અંગરચના અને દેવદ્રવ્ય આદિ પરિગ્રહને લીધે પરમાત્માની વીતરાગતા જો નષ્ટ થઈ જાય, તો તે હરિહર આદિ દેવતાથી વિશિષ્ટ કેવી રીતે રહે અને ઘરવાસી બની જાય, તો ભક્તો સેવા પણ શા માટે કરે ?
કવિની આ કટાક્ષ પરંપરાનો ઉત્તર અંતે કવિ પોતે જ આપે છે.
દેવદ્રવ્ય, આંગી આદિ ભક્તોની ભક્તિ દ્વારા આચરવામાં આવેલી કરણી' છે, તેનાથી તમને કોઈ દોષ લાગતો નથી. તમે કોઈથી લોપાતા નથી. મારું કહેવું અઘટિત અયોગ્ય છે આ ‘અયોગ્ય વચન પોતાને કહેવા યોગ્ય નથી, એમ માફી માંગી કવિ પરમાત્મા જોડે એક મીઠી રમત રમી લે છે. - કવિની આ સમગ્ર કટાક્ષ-લીલાના મૂળમાં છે – પરમાત્માના જૈન પરંપરાએ દર્શાવેલા દેખીતી રીતે વિરોધી લાગતાં બે રૂપો –
વીતરાગ' અને “કરુણાસાગર-દાતા.” રાગરહિત વ્યક્તિ સેવા કરનાર પર પ્રસન્ન કેવી રીતે થાય? પ્રસન્ન થઈ ઇચ્છિત વસ્તુ મોક્ષ' આદિને આપનાર કેવી રીતે બને ?
જૈનદર્શનમાં આનો ઉત્તર અપાયો છે કે, વીતરાગ એવા પરમાત્મા પોતે ભક્તની ઇચ્છા સ્વયં પૂર્ણ કરતા નથી, પરંતુ તેમની સેવાના અદ્ભુત પ્રભાવે ભક્તની ઇચ્છા પૂર્ણ થાય છે. જેમ સૂર્ય-ચંદ્ર પોતે કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, જે રીતે નદીઓ સર્વને નિર્મળ જળ આપે છે, એ રીતે તીર્થકરો સ્વભાવથી સર્વ જીવોનું કલ્યાણ કરનારા હોય છે. તેમણે પૂર્વના બે ભવમાં તીર્થકર નામકર્મની નિકાચના કરતા સર્વ જીવોનું કલ્યાણ મોક્ષની ભાવના ભાવેલી, તે દઢીભૂત થઈ સ્વભાવ રૂપે પરિણમી છે. આથી અન્ય દેવોની જેમ કોઈ જીવ પર દયા-કૃપા કરવા તેઓ સ્વયં વીતરાગ હોવાને કારણે જતા નથી, પરંતુ સ્વભાવથી જ “કરુણાસાગર' હોવાને કારણે જે જીવ તેમની સેવા-ઉપાસના કરે છે, તે જીવ પોતાના ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે. સૂર્ય જેમ સૌને સમાનભાવે પ્રકાશ આપે છે, જરૂરત છે કેવળ સૂર્યની સન્મુખ થવાની. નદી સૌને સમાનભાવે જળ આપે છે, જરૂરત છે કેવળ નદીકિનારે પાણી પીવા જવાની. આમ તીર્થકરોની ઉપાસના – બાહ્ય અને અત્યંતર ગુણોનું ધ્યાન ભક્તને તીર્થકર સમાન બનાવવા સમર્થ બને છે. આમ “વીતરાગ” અને “કરુણાસાગર’ વચ્ચેનો દેખીતો વિરોધ ટકી શકતો નથી. પરંતુ કવિ મોહનવિજયજી
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૯ ૧૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org