Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તવનચોવીશી
પ્રસિદ્ધ વિદ્વાન અને શીઘ્રકવિ “જ્ઞાનવિમલસૂરિએ અનેક સ્તવનો, સઝાયો આદિ રચ્યાં છે. તેમનો સમય સં. ૧૬૯૪થી સં. ૧૭૮૨ (ઈ.સ. ૧૩૬ ૮થી ૧૭૨૬) છે. તેઓ ભિન્નમાલ શહેરના વતની વીશાઓસવાલ ગોત્રીય વાસવશેઠના પત્ની શ્રાવિકા શ્રી કનકાદેવીના પુત્ર હતા. તેમનું સંસારી નામ નાથુમલ હતું. સં. ૧૭૦૨માં ૮ વર્ષની વયે તપાગચ્છના ધીરવિમલગણિ પાસે તેમણે દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ તેમનું શ્રી નવિમલ એવું નામ રખાયું હતું. તેઓ અનેક શાસ્ત્રોના અભ્યાસથી વિદ્વાન બન્યા હતા, તેમજ તેમણે અનેક કાવ્યરચનાઓ પણ કરી છે. - તેમણે શત્રુંજય યાત્રા પ્રસંગે કરેલી શીધ્ર કાવ્યરચનાઓથી પ્રભાવિત થઈ ગચ્છાધિપતિ વિજયપ્રભસૂરિજીએ આચાર્ય તરીકે ઓળખાવ્યા. ત્યાર બાદ સં. ૧૭૪૮માં આચાર્યપદવી અપાઈ, તે સમયે તેમને જ્ઞાનવિમલસૂરિ નામ અપાયું.
જ્ઞાનવિમલસૂરિના હાથે અનેક સંઘયાત્રા, પ્રતિષ્ઠા આદિ કાર્યો થયાં. તેમની સંસ્કૃત અને પ્રાકૃત (ગુજરાતી) બંને ભાષામાં રચના મળે છે. તેમની ગુજરાતી કૃતિઓમાં ચંદ્રકેવલી રાસ, અશોકચંદ્ર રોહિણી રાસ આદિ આઠેક રાસ રચનાઓ તેમજ અનેક સ્તવન, સઝાય, સ્તુતિ, બાલાવબોધ આદિ રચ્યા છે. તેમની કૃતિઓના વિપુલ ફલ તેમજ કાવ્યશક્તિને કારણે તેમને માટે કહેવાયું છે – જેમ સંસ્કૃતમાં હેમચંદ્રસૂરિ તેમ પ્રાકૃત (ગુજરાતી)માં જ્ઞાનવિમલસૂરિ.”
કવિનો સં. ૧૭૮૨માં ૮૮ વર્ષની વયે ખંભાતમાં સ્વર્ગવાસ થયો. તેમની ત્રણ ચોવીશીરચનામાંથી 5 અને એ બે ચોવીશીઓ પૂર્ણ ઉપલબ્ધ થાય છે, ત્યારે ત્રીજી ચોવીશીના ૪, ૬, ૭, ૯, ૧૨મા સ્તવનો પ્રાપ્ત થતાં નથી, એટલે કુલ ૧૯ સ્તવનો પ્રાપ્ત થાય છે.
જ્ઞાનવિમલસૂરિ ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે પરમ આદર ધરાવતા હોવાને કારણે, શક્ય છે કે તેઓએ ૪૫. કવિના વધુ પરિચય માટે જુઓ – શ્રી જ્ઞાનવિમલસૂરિ ચરિત્ર રાસ તથા શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજીનું જીવનચરિત્ર
માટે – જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ પૃ. ૧૯થી ૩૦ સે. કીર્તિદા જોશી પ્ર. “શ્રી જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ પ્રકાશન સમિતિ,
મુંબઈ પ્રથમવૃત્તિ, ૧૯૯૯. ૪૬. (૨) ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૨૨૫થી ૨૪૫. (૩) ભક્તિરસઝરણાં ભાગ-૨ સં.
અભયસાગરજી પૃ. પરપથી પ૪૮. (T) ૧૧૫૧ સ્તવનમંજૂષા – સં. સારાભાઈ નવાબ.
મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૯ ૧૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org