Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તેમના સર્જનમાં યશોવિજયજીની જેમ જ ત્રણ ચોવીશી, એક વીશી અને આનંદઘન-ચોવીશી પર ટબ્બો રચ્યો છે. તેમની ત્રણ ચોવીશીરચનામાંથી બે ચોવીશીનો ભક્તિપ્રધાન પ્રકારમાં સમાવેશ થતો હોઈ તેમાંની વિશેષતાઓ વિચારીએ.
પરમાત્મા પરમ લોકોત્તર તેજવંત-તેજનિધાન છે. આ લોકોત્તર તેજને સમજાવવા માટે કવિઓએ વારંવાર સૂર્ય અને ચંદ્રની ઉપમાનો આશ્રય લીધો છે. જ્ઞાનવિમલસૂરિ પણ પરમાત્મા માટે ચંદ્રનું રૂપક મનોહર રીતે આલેખે છે. પરમાત્માના મુખરૂપી ચંદ્રને જોતાં પ્રગટેલા ઉલ્લાસને અભિવ્યક્ત કરતા કહે છે;
શ્રી શ્રેયાંસ જિર્ણદનું, મેં નીરખ્ય હો અપૂરવ મુખચંદ તો, નયન ચકોરા ઉલ્લસ્યા, સુખ પામ્યા હો જિમ સુરતરુકંદ તો.”
(૧૧, ૧) હવે પરમાત્મારૂપી ચંદ્ર સામાન્ય ચંદ્ર કરતા કઈ રીતે વિશિષ્ટ છે તેનું વિસ્તારથી વર્ણન કરતાં કહે છે;
‘બિહુ પખે પૂરણ સર્વદા, ત્રિભુવનમાં હો એ પ્રગટ પ્રકાશતો. ઉદયકરણ અહનિશ અછે, વળી કરતો હો ભવિ કુમુદ વિકાસતો.'
(, ૧૧, ૨) , ' જગતનો ચંદ્ર શુક્લપક્ષમાં વધે, કૃષ્ણપક્ષમાં ઘટે, પરંતુ પરમાત્મારૂપી ચંદ્ર નિશ્ચય અને વ્યવહારનય એ બેય પક્ષે પૂર્ણ છે, તેમજ તેનો પ્રકાશ ત્રિભુવનમાં ફેલાય છે અને ભવિક જીવરૂપી કુમુદનો વિકાસ કરે છે. પરમાત્મારૂપ ચંદ્ર બીજી પણ કેવી વિશિષ્ટતાઓ ધરાવે છે;
અનુભવ જલનિધિ ઉલ્લસે, આનંદિત હો હોઈ ભવિજન કોક તો. સરસ સુધારસ વયણથી, વળી નાશે હો મિથ્યામત શોક તો.
(, ૧૧, ૫) પરમાત્મારૂપ ચંદ્રને જોતાં અનુભવરૂપી સમુદ્રમાં ભરતી આવે છે, તેમ જ ભવ્યજીવોરૂપી ચકોર પછી આનંદિત થાય છે. પરમાત્માના અમૃત જેવા વચનથી મિથ્થામતિ અને શોક નાશ પામે છે.
કવિને પરમાત્માના તેજમય સ્વરૂપની એવી તો લગની લાગી છે કે, વારંવાર પરમાત્માની ચંદ્રની ઉપમા દ્વારા સ્તુતિ કરે છે;
શ્રી ચંદ્રપ્રભ સાહિબા રે, ચંદ્ર કિરણ સમ દેહ મન રા માન્યા. નિત્ય ઉદય નિકલક તું રે, અનુપમ અચરિજ એહ. આવો આવોહો વખાણ, તું તો ત્રિભુવનભાસક ભાણ.”
(૪, ૮, ૧) હે ચંદ્રપ્રભસ્વામી ! તમારો ચંદ્રકિરણ સમાન સૌમ્ય તેજવાળો દેહ મારા મનમાં વસ્યો છે. તમે નિત્ય ઉદિત રહેનારા, નિષ્કલંક ચંદ્રમા છો, એ મોટું આશ્ચર્ય છે. આથી જ કવિ પરમાત્માને ત્રણભુવનમાં પ્રકાશ ફેલાવનારા સૂર્ય તરીકે ઓળખાવી હૃદયમંદિરમાં પધારવા વિનંતી કરે છે.
કવિએ પરંપરાગત ઉપમા-રૂપકોની સાથે જ કાવ્યગુણની દૃષ્ટિએ અનેક વિશિષ્ટતા ધરાવતું પરમાત્માના ગુણ માટે હંસનું મનોહર રૂપક સર્યું છે.
તુમ ગુણ અનુભવ ધવલ વિહંગમ, લીલા કરતો આવેજી. મુજ માનસસરમાંહિ, જો કબહિ રતિ પાવેજી.
૧૨૦ - ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org