Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અન્ય વસ્તુઓમાં રસરૂપી પિરણિત ગઈ છે અને જ્ઞાન, અનુભવ (દર્શન) અને ક્રિયા (ચારિત્ર) રૂપી દોરીના જોરે આત્મસ્વભાવની પરિણતિ પ્રગટ થઈ છે.
પૂર્વે પરમાત્માની આજ્ઞારૂપ શાસનનો આદર ન કરનાર જીવાત્માની કેવી સ્થિતિ હતી, એનું આલેખન કરતાં કહે છે,
કુગુરુ-કુદેવ કુધર્મ-કુવાસન, કાલ અનંત વહાયો. મેં પ્રભુ ! આજથી નિશ્ચય કીનો, સો મિથ્યાત્વ ગમાયો.’
(૬, ૧, ૪)
જ્યાં સુધી જીવાત્મા કુદેવ-કુગુરુ અને કુધર્મના સંગમાં હતો, ત્યાં સુધી સંસારનું પરિભ્રમણ ચાલુ જ હતું, પરંતુ હવે પરમાત્માના અપૂર્વ દર્શન તેમજ શાસન પામી આંતરિક શક્તિ પામેલ આત્મા કહે છે, પ્રભુ તુજ શાસન વાસન શક્ત, અંતર વૈરી હરાયો.'
(૬, ૧, ૩)
આમ, પરમાત્માની સેવા, પરમાત્માનું આજ્ઞાપાલન અને પરમાત્માનું શાસન કવિહૃદયમાં અત્યંત દૃઢભાવે વસ્યા છે.
આ દઢચિત્તની સેવા-ભક્તિને કા૨ણે જ ૫૨માત્મા સાથે આત્મીયતા જન્મી છે અને આત્મીયતામાંથી મિત્ર ભાવે મધુર ઉપાલંભોની પરંપરા વહી છે.
કવિ ૫૨માત્માના વીતરાગપણા ૫૨ ઉપાલંભ આપે છે,
સંભારું નિશદિન કરી ગુણ એકઠા હો લાલ. પણ દેવાની વેલ દીસો છો મનમેઠા હો લાલ. આજ લગે કોઈ કામ કર્યા હોયે દાસના હો લાલ. તો દાખો લેઈ નામ હોયે જો આસના હો લાલ. નિરાગી શું પ્રીત ધરે તે થોડીલા હો લાલ.. મોજ ન પામે કાંઈ ભાનુનૃપ લાડીલા હો લાલ.’
(, ૧૫, ૧, ૨)
આ ઉપાલંભ દ્વારા વીતરાગ પરમાત્મા ભક્તને કશું દેતા નથી, એમ છતાં ભક્ત તેમને કોઈ હિસાબે છોડવા તૈયાર નથી એ વાત સ્પષ્ટરૂપે અનુભવાય છે. ક્યારેક કવિ રમતિયાળ બની મધુર ઉપાલંભ આપે છે, કિ કોઈ હાણી છે ! રે કે કોઈ બેસે છે ? દામ એક ગુણ તાહરો રે, દેતા કહ્યું કિશું સ્વામી. ખોટ ન તાહરે રે, થાશે સેવક કામ. યશ તુમ વાધણ્યે રે એક
ક્રિયા દોઈ કામ’
Jain Education International
(૩, ૧૪, ૪)
ભક્તની વારંવારની આગ્રહભરી વિનંતીથી ભગવાન અંતે પ્રસન્ન થયા. (એટલે કે, ભક્તની ભક્તિ જ સ્વયં પરમાત્મા પ્રત્યેની દૃઢ શ્રદ્ધાને કા૨ણે સમ્યક્ત્વરૂપે પરિણમી.) તેમ જ ભક્તને પ્રેમપૂર્વક તત્ત્વશ્રદ્ધારૂપ
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૨૫
-
For Personal & Private Use Only
www.jainelibrary.org