Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અંગુલી કરી ઘોચતી, ઉછાળતી વેણી કપાણ રે. સિંથો ભાલા ઉગામતી, સિંગજળ ભરે કોક બાણ રે.
લદડા ગોળી નાખે, જે સત્ત્વ ગઢે કરે ચોટ રે. કુચયુગ કરિ કુંભસ્થળે, પ્રહરતી હૃદય કપાટ રે.”
(૨૨, ૨-૩-૪) આવા મોહરાજાના પ્રબળ આક્રમણ સામે નેમિનાથ ભગવાનની વીરતા જુઓ,
શિલસન્નાહ ઉન્નત સબે, અરિ શસ્ત્રના ગોળા ન લાગ્યા રે. સોર કરી મિથ્યા સબે, મોહસુભટ દહો દિલ્સે ભાગ્યા રે..
(૨૨, ૫) હવે જ્યારે “મોહસુભટ એવી ગોપીઓના શસ્ત્રો ચાલતા નથી, તેઓ દશે દિશામાં ભાગી જાય છે, ત્યારે ‘નવભવયોદ્ધો સામે આવે છે. નવભવની પ્રિયતમા રાજુલને મોહરાજાના યોદ્ધા તરીકે ઓળખાવવામાં કવિનું કૌશલ રહ્યું છે. પ્રભુએ તે રાજુલને પણ મોહરાજાની ચાકરી છોડાવીને શિવપુર દીધું. આમ સમગ્ર કાવ્ય એક ઉત્તમ રૂપક કાવ્યનો આસ્વાદ કરાવે છે. | અંતિમ સ્તવનમાં પણ કવિએ વિવિધ કર્યપ્રકારો સાથે પરમાત્માનું રૂપકાત્મક યુદ્ધવર્ણન આલેખ્યું છે. તેમાં અંતે થયેલા પરમાત્માના વિજયને વર્ણવતા કહે છે;
જય જય હુઓ ! મોહ જ મુઓ, હુઓ જગનાથ. લોકાલોક પ્રકાશ થયો તવ, મોહ ચલાવે સાથ.'
(૨૪, ૮) સમર્થ મહાવીરસ્વામીએ પોતે વીરત્વપૂર્વક કર્મોને હરાવ્યા, પોતે જીત્યા અને ભક્તને પણ વિજય અપાવે એવા સામર્થ્યવંત છે;
જીત્યો તિમ ભગતને જીતાવે, મૂકાવે - મૂકાવે, (મૂક્યો- મૂકાવે) તરણ તારણ સમરથ છે તું હી, માનવિજય નિત ધ્યાવે.”
(૨૪, ૯) આમ, માનવિજયજીની આ ચોવીશી-રચના ધ્યાનનિરૂપણ, મનોહર ઊર્મિ-ઉપાલંભ આલેખન, સુંદર રૂપકરચનાઓ તેમ જ ગેયતા આદિને કારણે નોંધપાત્ર બને છે.
આ ચોવીશી અંગે આચાર્ય શ્રી કુંદકુંદસૂરિ પણ કહે છે;
બીજના ચંદ્રની કળામાં દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે, તેમ આ સ્તવનમાળાના એક પછી એક સ્તવનમાં પરોવાના (તા) ચિત્તને પણ પૂજ્ય સ્તવનકાર મહર્ષિના ચઢતા પરિણામની નિર્મળ ભક્તિસુધા વરસાવતાં આત્મચંદ્રના દર્શન થાય છે. “મહાવીર જગમાં જીત્યો’ એ સ્તવનમાં પૂજ્યશ્રીના હૈયાની ભક્તિનો ભાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે.' ૪૩. અને ૪૪ પાઠાંતર જુઓ. શ્રી માનવિજયજી કૃત સ્તવનચોવીશી (ગુજરાતી વિવેચન સાથે. વિવેચક પૂ. આચાર્યદેવ
શ્રી કુંદકુંદસૂરીશ્વરજી પ્રકાશક – સ્મૃતિગ્રંથ સમિતિ, મુંબઈ-૨૭. પ્રથમાવૃત્તિ. ૧૧૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org