Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરમાત્માને પોતે ભક્તિથી વશ કરી હૃદયમાં વસાવ્યા છે, અને હવે પરમાત્મા છૂટવા ઇચ્છે તો તેનો ઉપાય પરમાત્માને દર્શાવતાં કહે છે; “જો ભેદરહિત મુજશું મિળે, તો પલકમાંહિ છૂટય.'
(૧૬, ૪). આમ, ભક્તિના બળે કવિ પરમાત્મા સાથેના અભેદની યાચના રમતિયાળ રીતે કરી લે છે.
આવા જ મધુર ઉપાલંભો કવિ ચંચળતા સંદર્ભે પ્રયોજે છે. સામાન્ય રીતે મનુષ્યનું મન અતિશય ચંચળ ગણાતું હોય છે, પરંતુ કવિ કહે છે કે, પરમાત્મા ! તારું મન તો મારાથી પણ ચંચળ છે. તો એ કઈ રીતે ?
મુજ મનડું છે ચપળ સ્વભાવે,
તો હે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે. તું તો સમય - સમય બદલાયે,
ઈમ કિમ પ્રીતિ નિવાહો થાય? (૧, જી મારું મન ચપળ કહેવાય છે, તોપણ એક વિષયમાં એક અંતર્મુહૂર્ત (૪૮ મિનિટમાં ૧ સમય ઓછોથી માંડી ચાર આવલિકા સુધીના સમયને ઓળખાવનાર જૈન પારિભાષિક શબ્દ) સુધી એક વિષયમાં સ્થિર રહે, ત્યારે તારું મન તો એટલું ચંચળ છે કે એક સમય (જૈન કાળગણનાનો સૂક્ષ્મતમ ભાગ) પણ સ્થિર રહી શકતું નથી. જૈનદર્શન અનુસાર કેવળજ્ઞાની ભગવાન એક સમય કેવળજ્ઞાનના ઉપયોગમાં હોય એક સમય કેવળદર્શનના ઉપયોગમાં હોય. પ્રથમ સમયે વસ્તુના વિશેષરૂપને જાણે, બીજા સમયે સામાન્યરૂપે જાણે.) એટલે કે, હું તો અસંખ્ય સમયની એક આવલિકા એવી ચાર આવલિકાથી માંડી બે ઘડીમાં એક સમય ઓછો, ત્યાં સુધી મારું મન સ્થિર કરી શકું અને તું તો એક સમય પણ મન સ્થિર ન કરી શકે? કોની ચંચળતા વધે? મારી કે તારી? આમાં સ્નેહસંબંધ પણ કેવી રીતે સાચવવો? આ મધુર ઉપાલંભ અંતે તો ભક્તહૃદયની પ્રાર્થનામાં પૂર્ણ થાય છે;
તે માટે તું સાહિબ માહરો, હું છું સેવક ભવોભવ તાહરો. એહ સંબંધમાં મ હજો ખામીવાચક માન કહે શિરનામી.”
(૧, ૫) હે પરમાત્મા! તારા આવા કેવળજ્ઞાન અને કેવળદર્શનમય રૂપને લીધે જ તું મારો સ્વામી છે અને હું તારો સેવક છું. આ સંબંધોમાં કોઈ ખામી ન આવો એવી મસ્તક નમાવીને કરાયેલી પ્રાર્થનાનો સ્વીકાર કરો.
માનવિજયજીની કવિપ્રતિભાનો એક રમ્ય ઉન્મેષ રૂપકરચનામાં જોવા મળે છે. શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં તીર્થંકર પરમાત્મા માટે મલ્હાર રાગમાં આલેખાયેલું મેઘનું રૂપક અત્યંત આકર્ષક છે.
શ્રી શ્રેયાંસ જિસંદ ઘનાઘન ગહગહ્યો રે. ઘના. વૃક્ષ અશોકની છાયા સુભર છાઈ રહ્યો છે. સુભર૦
૧૧૬ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org