Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મનોહર વ્યતિરેક અલંકાર દ્વારા પોતાના વિરહદગ્ધતાને વર્ણવતાં કહે છે;
વન દવ દધાં રુખડાં રે લાલ, પાલ્હવે વળી વરસાત રે. જિશે. તુજ વિરહાનલનો બળ્યો રે લાલ, કાળ અનંત ગમારે. જિણે
(૧૭, ૬) જંગલમાં દાવાનળથી દાઝેલાં વૃક્ષો પુનઃ વરસાદથી નવપલ્લવિત થઈ જાય, પરંતુ તારા વિરહાનલમાં બળેલા જીવને નવપલ્લવિત થવામાં અનંતકાળ વહી જાય.
આથી જ કવિ કહે છે કે, હવે આ વિછૂટા થવાનું, જુદા પડવાનું દુઃખ સહન થતું નથી. આમ, કવિહૃદયની લાગણીનું ભાવસ્પર્શી ચિત્ર અહીં આલેખાયું છે.
કવિનું પરમાત્મા જોડેનું હૃદયગત ઐક્ય સ્થળે-સ્થળે આલેખેલા મધુર ઉપાલંભોમાં પ્રગટે છે. પરમાત્મા પાસે અનંતસુખની યાચના કરતા કહે છે;
ભાત ભણી મરુદેવીને ૨, જિન ઋષભ ખિણમાં દીધ. આપ પીયારું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ
(૧૪, ૪).
માતા જાણીને ઋષભદેવ ભગવાને મરુદેવામાતાને ક્ષણભરમાં હાથી પર બેઠેલા હોવા છતાં કેવળજ્ઞાન આપ્યું. પોતાની માતા હોવાથી એમને ક્ષણભરમાં કેવળજ્ઞાન અને અમે કેટલાય સમયથી ઇચ્છીએ તોય ન મળે હે પ્રભુ! તારી વીતરાગતા કેવી ? કટાક્ષની પરંપરા વિસ્તારતા કવિ કહે છે કે, આ અનંતજ્ઞાન આદિ તો ભક્તના આત્મામાં રહેલા છે, તે જ તેને આપવાના છે, છતાં તને શું મુશ્કેલી અનુભવાય છે?
તેહને તેહનું આપવું રે, તિહાં શ્યો ઉપજે છે ખેદ ?
"
(૧૪, ૬)
તો આપણને પ્રશ્ન થાય કે, આત્મામાં જ જ્ઞાનાદિક ગુણો રહેલા છે, તો સાધક પરમાત્મા પાસે કેમ વાચે છે? એના ઉત્તરમાં કવિ કહે છે;
માહરે પોતે છે સવેરે, પણ વિચે આવરણની ભિત. તપ જપ કિરિયા મોગરે રે, ભાજી પણ ભાંગી ન જાય. એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી થાય.'
(૧૪, ૨, ૩) મારા પોતાના આ જ્ઞાનાદિક ગુણો વચ્ચે કર્મોના આવરણની ભીંત રહેલી છે. તે દૂર કરવા તપ - જપ- ક્રિયા આદિ લોખંડી ગદાના પ્રહારો વડે પ્રયત્નશીલ છું, પરંતુ તે દૂર થતી નથી. પરંતુ પ્રભુ, તમારી આણ વર્તાવતાં તો પલકમાત્રમાં દૂર થઈ જાય છે. કવિ આથી જ પરમાત્માનો સંગ કોઈ હિસાબે છોડવા ઇચ્છતા નથી.
શ્રી શાંતિ જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છૂટશ્ય. મેં લીધી કેડ જ તાહરી, તેહ પ્રસન્ન થર્યું મૂકાયે.’
(૧૬, ૧)
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org