Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કર્યા છે. “અરિહંતનું નામ તે નામનિક્ષેપ અને તેનું ધ્યાન પદસ્થધ્યાન સાથે જોડાય છે. અરિહંતની મૂર્તિ તે અરિહંતનો સ્થાપના નિક્ષેપ-પરમાત્માની મૂર્તિ-પરમાત્મરૂપને ઓળખાવનારી હોવાથી રૂપસ્થ ધ્યાન સાથે સ્થાપનાનિક્ષેપનું અનુસંધાન છે. તેમજ રૂપસ્થ ધ્યાનમાં પ્રત્યક્ષ સમવસરણસ્થ પરમાત્માનું ધ્યાન હોવાથી, તે સમવસરણસ્થ દશા જ અરિહંતનો ભાવ નિક્ષેપ' હોવાથી રૂપસ્થ ધ્યાનમાં ભાવનિક્ષેપનું ધ્યાન સમાવેશ પામે છે. ત્યારે પરમાત્માની કેવળજ્ઞાન પૂર્વેની તેમજ મોક્ષગમન બાદની અવસ્થા દ્રવ્ય-અવસ્થા હોવાથી રૂપાતીત ધ્યાનમાં મોક્ષગમન બાદની અવસ્થાનું ધ્યાન હોવાથી આ પ્લાન દ્રવ્ય-અવસ્થાનું ધ્યાન બની રહે છે.
કવિની આ ચોવીશી મુખ્યત્વે પરમાત્માના ધ્યાન પર કેન્દ્રિત થઈ હોવાથી રૂપસ્થધ્યાનના અનુસંધાનમાં પરમાત્માનું દર્શન, નામશ્રવણ, પરમાત્માના દેહની સુગંધ, પરમાત્માની સ્તવના અને સ્પર્શ દ્વારા ક્રમશઃ આંખ, કાન, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિય યાને પાંચે ઇન્દ્રિયો પરમ આનંદ પામી અને મને પણ પરમાત્માના ગુણોમાં રક્ત બન્યું તેનું કાવ્યાત્મક વર્ણન કર્યું છે.
તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લવની તૃષ્ણા હો. પૂજાયે તુજ તનુ ફરસે, ફરસન શીતલ થઈ ઉલસે હો. મનની ચંચળતા ભાંગી, સવિ ઠંડી થયો તુજ રાગી હો.
(૧૦, ૪-૫) મુખ્યત્વે ધ્યાનને કેન્દ્રમાં રાખીને કવિએ આ સ્તવનોની રચના કરી છે. છતાં તેમાં ભક્તહૃદયની ઊર્મિઓનો આવિષ્કાર પણ મનભર રીતે થયેલ છે. કવિ પરમાત્માનું મનોહારી રૂપવર્ણન કરતાં કહે છે;
લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન. યોગમુદ્રાનો લટકો ચટકો, અતિશય તો અતિધન,
(૨, ૩) આવા અપૂર્વ મુખનું પ્રબળ આકર્ષણ અનુભવાયું છે અને મન રાત-દિવસ પ્રભુ પાસે જ રહેવા ઇચ્છે છે. આથી જ પરમાત્મા સાથેનું વિરહદુઃખ સહન થઈ શકતું નથી. કવિ કહે છે;
કુંથ જિનેસર જાણજો રે લાલ, મુજ મનનો અભિપ્રાય રે. તું આતમ અલવેસરુ રે લાલ, રખે તુજ વિરહો થાય રે તુજ વિરહો કિમ વેઠિયે રે લાલ, તુજ વિરહો દુખદાય રે. તુજ વિરહો ન ખમાય રે, ખિણ વરસાં સો થાય રે.
વિરહો મોટી બલાય રે.
(૧૭, ૧) સાચા પ્રેમીના ભાવને અભિવ્યક્ત કરતાં કહે છે, “ખિણ વરસાં સો થાય રે વિરહમાં એક ક્ષણ પણ સો વર્ષ જેવી આકરી જણાય. આ વિરહનું દુઃખ વધુ આકરું જણાય છે, કારણ કે ભક્ત પરમાત્માના ગુણોનો આસ્વાદ અનુભવ્યો છે; મિળિયાં ગુણકળિયાં પછી રે લાલ, વિરત જાયે પ્રાણ રે.
(૧૭, ૩) ૧૧૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org