Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
માનવિજ્યજી કૃત સ્તવનચોવીશી
ધ્યાનને કાવ્યવિષય બનાવતી રચના
માનવિજ્યજીનો સમય નિશ્ચિતપણે કહી શકાય એમ નથી, પરંતુ તેમનો પ્રસિદ્ધ ધર્મસંગ્રહ' ગ્રંથ સં. ૧૭૩૮માં લખાયેલો છે, માટે તેમનો સમય ૧૮મા શતકનો પૂર્વાર્ધ ગણી શકાય.
તેઓ તપાગચ્છના વિજ્યઆનંદસૂરિની પરંપરામાં શાંતિવિજ્યજીના શિષ્ય હતા. તેમની ઉપલબ્ધ કૃતિઓમાં ‘ભવભાવના-બાલાવબોધ', ‘સુમતિ-કુમતિસ્તવન’, ‘ગુરુતત્ત્વપ્રકાશાસ’, ‘સપ્તનયગર્ભિતરાસ', ‘નવતત્ત્વબાલાવબોધ’, ‘સિદ્ધચક્રસ્તવન’, ‘શાંતિનાથસ્તવન', આદિ નોંધપાત્ર છે. તેમનો સંસ્કૃત ગ્રંથ ‘ધર્મસંગ્રહ’ અત્યંત પ્રસિદ્ધ છે. તેમણે પોતાના સમકાલીન વિદ્વાન યશોવિજ્યજી પ્રત્યે ગાઢ આદરભાવ હોવાથી આ ગ્રંથનું પરીક્ષણ ઉપાધ્યાય યશોવિજ્યજી પાસે કરાવ્યું હતું.
૪માનવિજ્યજીની ચોવીશીમાં માધુર્યસભર ભક્તિ છલકે છે એ સાથે જ કવિએ કેટલાંય સ્તવનોમાં ધ્યાનને કાવ્યવિષય બનાવ્યો છે. સર્વ સાધનામાર્ગોમાં ધ્યાનનો ઓછાવત્તા અંશે સ્વીકાર કરાયો છે. પતંજલિ પ્રેરિત અષ્ટાંગયોગના માર્ગમાં ધ્યાનનું છઠ્ઠાઅંગ તરીકે મહત્ત્વનું સ્થાન છે. જૈનદર્શનમાં પણ કર્મક્ષયના પ્રબળ સાધનરૂપ `અગિયારમા અત્યંત૨ તપ રૂપે ધ્યાનનું મહત્ત્વ સ્વીકારાયું છે.
માનવિજયજીએ જૈનધ્યાનની બાર ભાવના, ચાર ભાવના, દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિવિધ રીતોમાંથી પદસ્થ-પિંડસ્થ-રૂપસ્થ-રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યાનને આલેખેલ છે. આ ધ્યાનની રીતોનો ઉલ્લેખ કરતા સકલચંદ્રજી મહારાજ કહે છે;
Jain Education International
पिंडस्थं च पदस्थं च रूपस्थं च रूपवर्जितम् । इव्यन्यच्चापि सद्ध्यानं ते ध्यायन्ति चतुर्विधम् ॥
(ધ્યાનવીવિઝા, ૧૩૭)
પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત એમ બીજી રીતે પણ સાધકો ચાર પ્રકારે ધ્યાન કરે છે, વિચારે છે. પિંડસ્થ ધ્યાન એટલે દેહમાં રહેલ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આદિ પાંચ મહાભૂતો અને ૪૧. ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૧૯૩થી ૨૧૮ ઈ.સ. ૧૯૭૬.
૪૨. ધ્યાનદીપિકા-વિવ૨ણકાર કેશરસૂરિ પ્ર. વિજયચંદ્રસૂરિ જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ, અમદાવાદ, ત્રીજી આવૃત્તિ.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૧૦૯
For Personal & Private Use Only
www.jainelibrary.org