Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તે માટે તુજ પિંડ ગુણકારણો હો લાલ. સેવ્યો ધ્યાયો હર્યું. મહાભયવારણો હો લાલ.
પરમાત્માનો દેહ પણ ગુણનું કારણરૂપ હોઈ તે મહાભયનાશક છે. કવિ એથી જ પરમાત્મદહની સેવા કરવાનું કહે છે.
“હવણ વિલેપન માળ, પ્રદીપને ધૂપણા હો લાલ. નવ નવ ભૂષણ ભાળ, તિલક શિર ખૂપણા હો લાલ.”
(૫, ૩) તેમ જ પરમાત્માના દેહના એકાગ્રચિત્તે કરેલ ધ્યાનને જ પિંડWધ્યાનતરીકે ઓળખાવે છે. આમ, કવિ ધ્યાનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ પંચમહાભૂતોના ધ્યાનરૂપ પિંડસ્થ ધ્યાનને કાવ્યાત્મક રીતે પરમાત્મ-દેહના ધ્યાન સાથે જોડે છે અને કહે છે; પ્રભુનું પિંડસ્થ બાન, કરો થઈ ઈકમના હો લાલ.”
(૫, ૭) આમ, કવિએ પાંચમા સ્તવનમાં ડિસ્થ ધ્યાનના સ્વરૂપને સુંદર રીતે વર્ણવ્યું છે. ત્યાર બાદ પદસ્થ ધ્યાનને વર્ણવતાં કવિ કહે છે, દેહને પ્રત્યક્ષ જોવો આ પાંચમા આરામાં સંભવ નથી. પરમાત્મા અત્યારે પ્રત્યક્ષરૂપે વિચરતા નથી. પરંતુ સાધકને માટે પરમાત્માનું નામ પણ પ્રિયજનના નામની જેમ જ અત્યંત આનંદદાયક છે.
નામ સુર્ણતા મન ઉલ્ટમેં, લોચન વિકસિત હોય. રોમાંચિત હુર્વે દેહડી, જાણે મિળિયો સોય.
(૬, ૨). હવે આ નામ જ આધારરૂપ હોવાથી કવિ કહે છે, “નામ જપતા દીહા ગમું (૬, ૧) નામના જાપ દ્વારા જ દિવસો પસાર કરું છું. એટલું જ નહિ તારું નામસ્મરણ સ્વયં એક દિવ્ય મંત્રશક્તિ છે. જેમ મંત્રનો પાઠ કરવાથી દેવતા પ્રત્યક્ષ થાય છે, તેમ પ્રભુના નામસ્મરણના પ્રતાપે ભગવાન ભક્તના હૃદયમાં આવી મળે છે.
“નામ પ્રત્યે આવી મિળે, મન ભીતર ભગવાન. મંત્રબળે જિમ દેવતા, વાહલો કીધો આહવાન.
પરમાત્મા જોડેના મિલનમાં પરમાત્માનું નામ જ આવું સહાયક હોવાથી કવિને અન્ય કોઈ મંત્ર કે પદના ધ્યાનની જરૂરિયાત અનુભવાતી નથી. પરમાત્માનું નામ એ જ પરમમંત્ર સમાન લાગે છે.
ધ્યાન પદસ્થ પ્રભાવથી. ચાખ્યો અનુભવ સ્વાદ'
પદસ્થ ધ્યાનના પ્રભાવથી પરમાત્માના મિલનરૂપ અનુભવનો સ્વાદ ચાખ્યો છે, એમ કહી છઠ્ઠા સ્તવનમાં પદસ્થ ધ્યાનનો મહિમા વર્ણવ્યો છે.
હવે કવિ પરમાત્માના રૂપસ્થ ધ્યાનને વર્ણવે છે.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૯ ૧૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org