Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આ ઉપરાંત સંસારસાગરનું નોંધપાત્ર રૂપક (વડ, ૨૩)નો ઉલ્લેખ તો અગાઉ કર્યો જ છે.
કવિએ એક સ્થળે મનોહર વિરોધાભાસ અલંકાર ગૂંચ્યો છે. આ વિરોધાભાસની બાળક સમી નિર્દોષ કુતૂહલ અને આશ્ચર્યસભર અભિવ્યક્તિ ચિત્તને આકર્ષે છે.
લઘુ પણ હું તુમ મન નવિ માવું રે,
જગગુરુ ! તુમને દિલમાં લાવું રે. . હું નાનો, પણ તમને મનમંદિરમાં સ્થાપી શકું છું, પરંતુ તમારા મનમાં હું આવી શકતો નથી. આવા અદ્ભુત આશ્ચર્ય માટે શાબાશી કોને આપવી? એ અંગે હે સુવિધિનાથ જિનેશ્વર ! વિચાર કરો. આ ઉખાણા સમા આશ્ચર્યનો ઉકેલ લાવતાં કહે છે;
અથવા થિરમાંહી અથિર નાવે રે, હોટો ગજ દર્પણમાં આવે રે, જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ સાબાશી રે.
(૪, ૯, ૩) હે પ્રભુ ! સ્થિર વસ્તુમાં અસ્થિર વસ્તુનો સમાવેશ પામે એ સાચું છે. મોટો હાથી દર્પણમાં આવી શકે તે મેં જોયું છે. એમ મેં ભક્તિ વડે મારા મનને સ્થિર કરી એકાગ્રચિત્તે તારા પ્રતિબિંબને ધારણ કર્યું છે. તમારા જ્ઞાનરૂપ તેજ વડે મને આ એકાગ્ર થવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, માટે આ આશ્ચર્ય માટે ખરા ધન્યવાદને પાત્ર આપ જ છો.
કવિએ જેમ અર્થાલંકારોની મનોરમ ગૂંથણી કરી છે, તેમ તેમ સ્થળે વર્ણાનુપ્રાસ, યમક જેવા મનોહર શબ્દાલંકારો વડે કાવ્યની શ્રાવ્ય ગુણવત્તામાં પણ ઉમેરો કર્યો છે. રવાનુકારી શબ્દો અને “જ', ‘ટ’ના પુનરાવર્તનો વડે એક રમતિયાળ લય સિદ્ધ કર્યો છે.
તુજ મુજ રીઝની રીઝ અટપટ એહ ખરીરી. ' લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પીરી.'
. (, ૧૯, ૧) આ જ સ્તવનમાં જ્યોતિષ શાસ્ત્રનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. "દુરાચધ્ય છે લોક, સહુને સમ ન શશી રી.
(, ૧૯, ૩) (લોકો દુરારાધ્ય છે કારણ કે સૌના સમાન ચંદ્ર (સમાન રાશિ-મન) હોતા નથી.)
કવિએ આ જ સ્તવનમાં જૈનધર્મમાં પ્રસિદ્ધ કથાના સંદર્ભ ગૂંથી પરમાત્માનોં સ્નેહ પ્રાપ્ત કરવા સાધકે કેવી લોકૈષણાનો ત્યાગ કરવો પડે છે તેનું ચિત્ર આલેખ્યું છે;
લોકલોકોત્તર વાત, રીઝ છે દોય જુઈરી. તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી.
(૪, ૧૯, ૪) . ભરત ચક્રવર્તીને એકસાથે પિતાના કેવળજ્ઞાન અને ચક્રવર્તીના ચક્રરત્નની ઉત્પત્તિની વધામણી મળી. આ વધામણીથી ભરત રાજાને પહેલાં ચક્રરત્નની પૂજા કરવી કે પહેલાં પિતાની દેશના સાંભળવા જવું એ ૧૦૬ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org