Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અકુંઠિત ભક્તિ એટલે કોઈ પણ પ્રકારની કુંઠા વિનાની, તન-મન-ધનને અને મન-વચન-કાયાને તેમજ આત્માને નિઃશેષ ભાવે પ્રભુચરણે સમર્પિત કરી દેતી ભક્તિ. કોઈ પણ પ્રકારના માનસિક ક્લેશ અને ઉદ્વેગ
રહિત ભક્તિ.
આ પૂર્ણ સમર્પણ હોય ત્યાં પ્રભુનું આગમન શક્ય બનતાં મન વૈકુંઠ બને છે, ૫રમાત્માનો સ્થાયી નિવાસ થાય છે, એવું યોગીપુરુષો અનુભવને આધારે કહે છે.
આમ, પરમાત્માના ધ્યાનમાં ડૂબેલ ભક્ત સાત રાજલોકની ઉપર વસેલા પરમાત્માને પોતાના મનમંદિરમાં બિરાજમાન કરે છે, એટલું જ નહિ, ગુણધ્યાનના બળે એકતા સાધવા ઇચ્છે છે. ધ્યાતા’ ધ્યાન કરનાર ભક્ત, ધ્યેય ‘પરમાત્મા’ અને તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ‘ધ્યાન’ આ ત્રણે ધ્યાતા ધ્યેય અને ધ્યાન ભક્તિના પ્રભાવે ભિન્ન ન રહેતાં એકરૂપ થઈ જાય છે.
આવી એકતા સાધવાની ભક્તહૃદયની પ્રબળ મનીષા દર્શાવતાં કહે છે; ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે ખીર નીર પરે તુમશું મળશું, વાચક જશ કહે હેજે હળશે.’
(, ૧૨, ૫)
આ વાત બિંદુ અને સાગરના દૃષ્ટાંતથી રજૂ કરતાં કહે છે;
ઉદકબિંદુ સાયર ભળ્યો સા૰ જિમ હોય અખય અભંગ ગુ વાચક જસ કહે પ્રભુ ગુણે સા૰ તિમ મુજ પ્રેમપ્રસંગ રે ગુ’
(, ૧૪, ૫)
પરમાત્મા સાથેની આ એકત્વની અનુભૂતિ ધ્યાનના માધ્યમે પ્રાપ્ત થાય છે તે વર્ણવતાં કહે છે; તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહજી. તેહથી રે જાએ સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પછેજી,’
(, ૧૬, ૪)
પરમાત્માનું ધ્યાન સમ્યગ્દર્શનરૂપ છે, વળી એ ધ્યાન જ જ્ઞાન અને ચારિત્રરૂપ છે. કા૨ણ કે ૫રમાત્માના ગુણોનું ધ્યાન ધરતા ભક્ત નિર્મળ શ્રદ્ધા પ્રાપ્ત કરે, તેમજ ૫રમાત્માના ગુણોનું ધ્યાન જ પરમાત્માની તારકશક્તિ આદિ ગુણો અને ઉપકારોનો યથાર્થ પરિચય આપનાર બને તે જ સમ્યાન બની રહે. તેમ જ નિર્મોહી-રાગદ્વેષ જીતનારા પરમાત્માનું ધ્યાન સાધકને પણ નિર્મોહી બનાવનાર બને. આમ સાધનામાર્ગના ત્રણ મુખ્ય સહાયક - ત્રણ રત્નો પરમાત્મધ્યાનમાં જ સમાવેશ પામેલા છે. આવા ધ્યાનના પ્રભાવે સાધક સર્વ કર્મોનો ક્ષય કરી ધ્યેય એવા પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, પરમાત્મા જેવી જ સર્વ કર્મથી રહિતનિર્મળ-તેજોમય દશા પ્રાપ્ત કરનાર બને છે.
ભક્ત ૫૨માત્માનો આ ચમત્કાર જોઈ આશ્ચર્યચકિત બને છે. કારણ કે ૫૨માત્મધ્યાનનો પ્રારંભ પરમાત્માના અલૌકિક રૂપદર્શનથી થાય છે, પરંતુ ધ્યાનને અંતે ધ્યાન કરનાર સર્વ કર્મોથી રહિત અરૂપ બની જાય છે. જે રૂપી છે તેનું ધ્યાન ધ્યાતાને અરૂપી કેવી રીતે બનાવી શકે ? પરંતુ આ અદ્ભુત આશ્ચર્ય અહીં પ્રગટ થયું છે. આ આશ્ચર્યથી અભિભૂત થયેલ સાધક પરમાત્માની રહસ્યમયતાનો તાગ પામી શકતો
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org