Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અંતરયામી ! રે સ્વામી સાંભળો. પણિ મુજ માયા રે ભેદી ભોળવે બાહ્ય દેખાડી રે વેષ; હિયડે જુઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ.
(૩, ૧૦, ૧-૨) સ્વામી અને સેવક વચ્ચે વાસ્તવિક રીતે કોઈ અંતર નથી. પરંતુ વચ્ચે છે અજ્ઞાન-અવિદ્યારૂપ માયા. એ માયા દૂર કરવાનું પરમાત્માની કૃપા વિના ભક્ત માટે શક્ય બનતું નથી, તેથી કવિ પરમાત્માને પ્રાર્થના
એહને સ્વામી રે મુજથી વેગળી કીજે દીનદયાળ; વાચક જસ કહે જિમ તુહશ્ય મીલી, લહિયેં સુખ સુવિશાળ.
(૩, ૧૦, ૩) આમ પરમાત્મા પાસે ભક્ત શુદ્ધ સ્વરૂપની માગણી કરે છે, જેથી ભક્ત અને ભગવાન વચ્ચે કદી વિરહ થાય નહિ, શાશ્વત મિલન જ રહે. ક્યારેક એ માંગણી અત્યંત માર્દવપૂર્વક થાય છે;
વાસુપૂજ્ય જિન ! વાલહારે, સંભારો નિજ દાસ. સાહિબશ્ય હઠ નવિ હોયે રે, પણ કીજે અરદાસો રે.
ચતુર વિચારી રે.'
(૩, ૧૨, ૧) ક્યાંક પોતે ગુણરહિત હોવા છતાં તારવાની વિનંતી કરે છે;
સુગુણ નિર્ગુણનો અંતર, પ્રભુ! નવિ ચિત્ત ધરે રે લો. નિર્ગુણ પણ શરણાગત, જાણી હિત કરે રે કે લો. | ચંદ્ર ત્યજે નવિ લંછન, મૃગ અતિ શામળો રે કે, જશ કહે તિમ તુમ્હ જાણી, મુજ અરિબળ દળો રે કે.
(૩, ૧૫, ૩) - આ પંક્તિઓમાં ચંદ્રનો શરણાગત હરણ અતિશ્યામ હોવાથી કલંક દેનાર હોવા છતાં ચંદ્ર એનો ત્યાગ કરતો નથી, એમ નિર્ગુણ એવા સેવક મને પણ ન છોડો એવી આર્જવભરી પ્રાર્થના ચંદ્ર અને હરણના દાંતને કારણે કાવ્યાત્મક પરિમાણ ધારણ કરે છે.
કવિની આ સંસારસમુદ્રથી તારવાની પ્રાર્થના રૂપક અલંકારનો આશ્રય લઈ ઉપાલંભનું રૂપ ધારણ કરે છે;
જિનશાસન પાંડિતે ઠવી, મુજ આપ્યું આપ્યો સમકિત થાળ રે. હવે ભાણ ખખિડિ કુણ ખમે? શિવ મોદક પીરસો રસાળ રે.”
હે પ્રભુ! તે મને – જિનશાસનરૂપી પંગતમાં બેસાડીને સમક્તિ થાળ પણ સામે ધર્યો. હવે માત્ર
મા
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) : ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org