Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
થાળીઓના ખખડાટ સાંભળીને કોણ રહે? ઝડપથી શિવમોદક પીરસો. ક્યાંક કવિના આ ઉપાલંભમાં પરમાત્મા પ્રત્યેના પ્રેમ અને માધુર્યને કારણે વિશિષ્ટ પરિમાણ પ્રાપ્ત થાય છે. આવા મધુર ઉપાલંભો
દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધ મામ. જળ દીર્વે ચાતક પીઝવી રે મેઘ હુઓ તીણે શ્યામ. પિલ પિઉ કરી તુમને જપું હું ચાતક તમે મેહ એક લહેરમાં દુખ હરો રે, વાધ બિમણો નેહ'
| (, ૮, ૩) કવિએ ચાતક માંગે ત્યારે જળ ન દેવાને લીધે મેઘ શયામ થયો છે એની મનોહર કલ્પના કરી છે, અને હું પણ તમારો પિઉ, પિઉ' એવો જાપ કરનાર ચાતક છું, માટે તમારી નિર્મળ કીર્તિ ઇચ્છતા હો તો મને દાન દેવામાં ઢીલ કરતા નહિ એવો સ્નેહસભર આગ્રહ કર્યો છે. જેને લીધે ઉપાલંભ આશ્રિત સખ્યભાવ અને પ્રેમલક્ષણાભક્તિનું સુમધુર મિશ્રણ અનુભવાય છે.
કવિ વાંછા તો નિર્વાણની કરે છે, પરંતુ તે માટે તેના સાધનરૂપ રત્નત્રયી-દર્શન-જ્ઞાન અને ચારિત્ર જોઈએ. ભક્ત સ્વામી પાસે મોક્ષરૂપી અંતિમ લક્ષ્ય પામવા માટે પૂર્વભૂમિકા સમા રત્નત્રયને પામવા ઇચ્છે છે, તે માટે મધુર ઉપાલંભ આપતા કહે છે;
અખય ખજાનો તુજ દેતાં ખોડિ લાગે નહિ રે. કિસી વિમાસણ ગુઝ? મચક થાકે ઊભા રહી રે. રયસ કોડ તે દીધ, ઊરણ વિશ્વ તદા કિઓ રે. વાચક જશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન દીઓ રે.
(, ૫, ૨-૩) પરમાત્માના દીક્ષા પૂર્વેના વાર્ષિક દાનના પ્રસંગને યાદ કરીને કવિ કહે છે કે, તે કોડો રત્નોનું દાન દઈ પૃથ્વીને દેવારહિત કરી, એ વાત સુપ્રસિદ્ધ છે. હવે તારી પાસે અક્ષય ખજાનો છે અને એ ખજાનામાંથી દેતાં કશું ખૂટે એમ નથી. છતાં તે સ્વામી ! કેમ વિચારમાં પડ્યા છો? મને ત્રણ રત્ન તો આપો.
સાધક આ ત્રણ રત્નના બળે સંસારસમુદ્ર પાર કરી પરમાત્મા સાથે અભેદ કરવા ઇચ્છે છે. તો કેવો છે આ સંસારસમુદ્ર? તેનું વર્ણન પણ કવિ એક સ્તવનમાં કરે છે; "
ચઉ કષાય પાતાલ કલશ હિાં, તિસના પવન પ્રચંડ, બહુ વિકલ્પ કલ્લોલ ચઢતું હે અરતિ ફેન ઉદ્દેડ. જરત ઉદ્યામ કામ વડવાનળ પરત શીલગિરિ શૃંગ; ફિરત વ્યસન બહુ મઘેર તિમિગિલ કરત હે નિમંગઉમંગ. ભમરિયાં કે બીચે ભયંકર ઉલટી ગુલટી વાચ. કરતા પ્રમાદ પિશાચન સહિત જિહાં અવિરતિ વ્યંતરી નાચ. ગરજત અરતિ ફૂરતિ રતિ બિજુરી હોત બહુત તુફાન,
લાગત ચોર કુગુરુ મલબારી, ધરમ જિહાજ નિદાન. ૮ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org