Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરમાત્મા મોક્ષનગરમાં વસ્યા છે. એટલું જ નહિ તેઓ વીતરાગ છે, માટે સ્નેહરહિત હોવાથી તેઓ કોઈ પ્રતિભાવ આપતા નથી. માટે એકપક્ષી પ્રેમ નિષ્ફળ તો નહિ જાય ને ? એવી સહજ શંકા ભક્તહૃદયમાં જાગે છે;
વીતરાગ શું રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી. ઘોડો દોડે રે સાહિબ વાજમાં, મન નાણે અસવારોજી.'
ઘોડો તેના ચાલકના સંકેત પ્રમાણે દોડે, તેની સર્વ આજ્ઞાનું પાલન કરે, પરંતુ જો ચાલક સવાર તેનું યોગ્ય મૂલ્ય ન આંકે તો નિરર્થક જ બની રહે. એટલે સહેજ વક્રભાષા પ્રયોજતા કવિ કહે છે;
મુજને સુમશ્ય રંગ રે, તમે તો નિરાગી હુઈ રહ્યા એ શ્યો એકંગો ઢગ રે.”
(૩, ૧૭, ૧) ભક્તની બીજી શંકા છે કે, મારે મન પરમાત્મા એક જ આધાર છે, પરંતુ પરમાત્માના તો અનેક સેવકો-ઉપાસકો છે. એક તો વીતરાગ અને પાછા અનેક સેવક-ઉપાસકોથી પૂજિત, મારી પર તેઓની કૃપાદૃષ્ટિ થશે ખરી?
તુમ બહુમિત્રી રે સાહિબા, મારે તો મને એક તુમ વિણ બીજો રે નવિ ગમે, એ મુજ મોટી ટેક
(, ૧૧, ૧). કવિને થાય છે કે, વીતરાગ પરમાત્મા જોડે સ્નેહસંબંધ બાંધ્યો તો ખરો, પરંતુ તેને કેવળ એકપક્ષી પ્રીતિથી નિભાવવો કઈ રીતે ? એટલે જ માધુર્યપૂર્ણ ઉપાલંભો આપતાં કહે છે;
થાશું પ્રેમ બન્યો છે. રાજ, નિરવહથ્થો તો લેખે. મેં ચગી પ્રભુ! થેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી. એકપખો જેનેહનિરવહવો, તે માંહી કીસી શાબાશી ?
(૪, ૧૫, ૧) કવિ મુખથી તો કટાક્ષ કરે છે, પરંતુ હૃદયના ઊંડાણમાં પરમાત્મા પ્રત્યે અતિ બળવાન શ્રદ્ધા છે કે, પરમાત્માની સેવા ફળદાયી જ બનશે. જો ચિંતામણિરત્નની સેવા ફળદાયી બનતી હોય તો, આ કલ્પવૃક્ષ, કામકુંભ, અને ચિંતામણિરત્નથી પણ અધિક એવા દેવાધિદેવ પરમાત્મા છે. એટલે જ કવિ તેમની સેવાઉપાસના દઢ હૃદયથી કરવા ઇચ્છે છે. આ ભાવચિંતામણિ પ્રભુનાં દર્શન કરવા ઇચ્છે છે. આ પ્રત્યક્ષદર્શનના અપૂર્વ અવસર' સમયના મનોભાવને કલ્પના દ્વારા વર્ણવતાં કહે છે;
ધન દિન વેલા ધન ઘડી તેહ, અચિા રો નંદન જિન જદી ભેટશું. લહેશું રે સુખ દેખી મુખચંદ વિરહવ્યથાના દુખ મેટશુંજી.
(, ૧૬, ૧)
-
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org