Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પાણીમાં નાખેલું તેલબિંદુ જેમ પસરી જાય – ફેલાઈ જાય એવી જ રીતે મારા મનમાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ફેલાઈ ગયો છે. કસ્તુરીની સુગંધ જેમ છાની ન રહેતાં પૃથ્વીલોકમાં ફેલાઈ જાય છે, જેમ મેરુપર્વતને કે સૂર્યને આંગળીથી કે છાબડી વડે ઢાંકી શકાતા નથી, અંજલિમાં ગંગા સમાવી શકાતી નથી, એ જ રીતે મારા મનના સ્નેહને ઢાંકી શકાતો નથી કે હૃદયમાં સમાવી શકાતો નથી. જેમ સુરંગ-કાથાવાળું પાન ખાધા બાદ હોઠ લાલ થયા વિના રહેતા નથી, એમ મારું મન અખંડિતપણે તમારા ગુણોનું પાલે પ્યાલે પાન કરી રંગરાતું બની રહે છે. કવિ લોકજીવનની ઉપમા વર્ણવતા કહે છે, શેરડીને પરાળથી ઢાંકી દો તોય તેનો વિસ્તાર થયા વિના રહેતો નથી. તેવું જ મારી પ્રીતનું પણ છે.
આમ, કવિ પરમાત્મા પ્રત્યેના ઉત્કટ પ્રેમને અનેક ઉપમાઓ દ્વારા ઓળખાવે છે, જે કવિહૃદયની પ્રેમની પ્રતીતિ તો કરાવે જ છે પણ સાથે સાથે કવિની અલંકાર-આયોજન શક્તિનો પણ સુંદર પરિચય કરાવે છે.
પરમાત્મા જોડે જે ઉત્કટ પ્રીતિ થઈ છે, એને લીધે મન હંમેશાં પ્રભુના મુખના દર્શન કરવા ઇચ્છે છે. પરંતુ પરમાત્મા તો મોક્ષમાં જઈ વસ્યા છે, અને તેથી જ પોતાની વિરહી-અવસ્થા વર્ણવતાં કહે છે;
મન તલસે મળવા ઘણુંજી, તમે તો જઈ રહ્યા દૂર.' સોભાગી તુમવું મુજ મન નેહ તુમથૅ મુજ મન નેહલોજી, જિમ બાઈયાં મેહ
(, ૧૮, ૨) સંસારના અન્ય સ્નેહસંબંધોમાં પ્રત્યક્ષ મિલન ન થાય તો પત્ર દ્વારા પણ સંપર્ક શક્ય બને છે. પરંતુ આ સંબંધમાં તો;
પવDભજિન કિંહા જઈ વસ્યા, જિહાંથી નાવે લેખોજી. કાગળને મસિ સિંહા નવિ સંપજે, ન ચાલે વાટ વિશેષોછે.'
(૦, ૬,૧). આ મોક્ષનગરથી પત્ર આવતા નથી, કાગળને શાહીનો ત્યાં અભાવ છે અને માર્ગનો પણ અભાવ છે. આ દુઃખ અત્યંત આકરું છે આથી જ આ દુખ પુનઃ અભિવ્યક્તિ પામે છે;
આવાગમન પથિક તણુંજ, નહિ શિવનગર નિવેશ. કાગળ કુણ હાથે લિખુજી, કોણ કહે સંદેશ.’
(, ૧૮, ૨). આ સ્નેહસંબંધ બંધાઈ તો ગયો, પરંતુ આ વિરહના તીવ્ર દુઃખને કેમ સહેવું ? મીરાંની “પ્રીત ન કરિયો કોઈની યાદ આવે એ જ રીતે આ સ્નેહના દુઃખને વર્ણવતાં કહે છે;
ઈહીંથી તિહાં જઈ કોઈ આવે નહિ જેહ કહે સંદેશોજી. જેહનું મળવું દોહ્યલું, તેહગ્યું નેહ આપકિલેશોજી'
| (વર, ૬, ૨) જ્યાં જઈને સંદેશો કહી આવે એવું કોઈ નથી. જેનું મિલન અતિ દોહ્યલું છે તેનો સ્નેહ તો પોતાના માટે દુઃખ આપનાર જ બને છે.
૯૪ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org