Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આનંદવર્ધનજી કૃત સ્તવનચોવીશી
આનંદવર્ધનજી ખરતરગચ્છમાં જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરજીના શિષ્ય અને પ્રસિદ્ધ કવિ છે. તેમનો સમય તેમની કૃતિઓના આધારે વિક્રમના અઢારમા શતકનો પૂર્વાર્ધ (ઈસુની સત્તરમી સદીના મધ્યભાગ) ગણી શકાય. તેમની આ ચોવીશી સં. ૧૭૧૨ (ઈ.સ. ૧૬૫૬)માં રચાઈ છે. નેમિરાજિમતી બારમાસા, અનકઋષિ રાસ, અંતરિક્ષપાર્શ્વનાથ જિનછંદ, કલ્યાણમંદિર સ્તોત્ર બાલાવબોધ એમની રચનાઓ છે. કવિની સર્વ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિકધુવાઓ અને ગેય ઢાળોના નિરૂપણથી રસપ્રદ બની છે.
કવિની આ ચોવીશીરર્ચના મુખ્યત્વે ત્રણ કે ચાર કડીનાં સ્તવનો કે જેને તેઓ ગીત તરીકે ઓળખાવે છે તેની બની છે. તેમાં ભાવોની મધુરતા, અભિવ્યક્તિની સરળતા અને કાવ્યતત્ત્વની રમ્યતા નોંધપાત્ર છે. . કવિના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અપાર પ્રેમ હોવા છતાં મનની ચંચળતા આ પ્રેમને દઢચિત્ત બનાવવામાં વિખરૂપ થાય છે. પોતાના મનની આ ચંચળતાને વર્ણવતાં કવિ કહે છે;
પરમેસર શું પ્રીતડી રે, કિમ કીજે કિરતાર. પ્રીત કરતાં દોહલી રે, મન ન રહે ખિણ એકતાર રે. મનડાની વાત જોજ્યો રે, જુજુઈ ધાતો રંગબિરંગી રે.
મનડું રંગબિરંગી રે.... ૧ ખિણ ઘોડે ખિણ હાથીએ રે, એ ચિત્ત ચંચલ હેત. ચૂપ વિના ચાહે ઘણું, મન ખિણ ચતું ખિણ સ્વતરે. ૨
(૧૫, ૧-૨) ક્ષણમાં હાથી, ક્ષણમાં ઘોડા, ક્ષણમાં રાતું, ક્ષણમાં ધોળું આમ મન પળે પળે બદલાય છે. પરંતુ આ ચિત્ત જો દઢ બનીને પરમાત્માના ચરણમાં લાગે તો સેવકનાં સૌ કાર્યો સિદ્ધ થાય.
ટેક ધરીને જો કરે લાગી રહી એકત પ્રીતિ પટેતર તો લહે, ભાંજે ભવની ભાત રે.”
(૧૫, ૩) આવું વિચિત્ર મન પણ હવે પરમાત્માના ગુણોના આકર્ષણથી વશ થયું છે અને પરમાત્મા પ્રત્યે દઢ
જ
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org