Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એ કડીથી થાય છે. બીજી ચોવીશી અહીં ૩ સંજ્ઞાથી દર્શાવી સ્તવનનો ક્રમાંક મૂકી પછી કડીનો ક્રમાંક દર્શાવેલ છે.
આમાં ૩ સંજ્ઞાથી દર્શાવેલ ચોવીશી ભક્તિરસઝરણાં-૧ સં. અભયસાગરજી પૃ. ૬૧થી ૭૭ પર મુદ્રિત થયેલી છે. તેમજ ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૩૭થી ૪૬ અને ગૂર્જર સાહિત્ય સંગ્રહ પ્રથમ વિભાગ) પૃ. ૨૧થી ૩૩ પર પણ મુદ્રિત છે. આ ચોવીશીનો પ્રારંભ
ઋષભશિંદા ઋષભજિગંદા તું સાહિબ! હું છું તુજ બંદા. તુજ૨૫ પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણયું રહ્યો માચી.'
(૩, ૧, ૧) એ કડીથી થાય છે.
ત્રીજી ચોવીશી જે “ચૌદ બોલયુક્ત ચોવીશી' તરીકે પ્રસિદ્ધ છે, તેનો અહીં જ સંજ્ઞાથી નિર્દેશ કર્યો છે. આમાં જ સંજ્ઞાથી દર્શાવેલી ચોવીશી ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી પૃ. ૮૩થી ૧૦૭ પર મુદ્રિત છે. તેમજ ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૪૬થી ૬૧ અને ગૂર્જર સાહિત્ય સંગ્રહ (પ્રથમ વિભાગ) પૃ. ૩૫થી ૩૩ પર પણ મુદ્રિત છે. આ ચોવીશીનો પ્રારંભ
ઋષભદેવ નિત વદિ, શિવસુખનો ઘતા નાભિનૃપતિ જેહના પિતા, મરુદેવી માતા.
(T, ૧, ૧) એ કડીથી થાય છે.
ઉપાધ્યાય યશોવિજયજીની ચોવીશીઓમાં તેઓની ઊર્મિકવિ-પદકવિ તરીકેની પ્રતિભાનો આપણને સુંદર પરિચય થાય છે. તેમનાં પ્રત્યેક સ્તવનો હૃદયમાંથી થનગનાટ સાથે વહી આવતી પ્રબળ ઊર્મિના ઉછાળાનો અનુભવ કરાવે છે, પોતાના હૃદયના ભાવોને અભિવ્યક્ત કરવા ઉપમા, રૂપક, દાંત આદિ અલંકારોની સહાય લે છે, કેટલેક સ્થળે મધુર ઉપાલંભો પણ આપે છે. ક્યાંક શાસ્ત્રોની માર્મિક-રહસ્યમય વાતો ગૂંથે છે પરંતુ આ સર્વમાં વ્યાપ્ત રહે છે કેવળ એક પ્રેમી હૃદયની પ્રિયતમ માટેની તીવ્ર આરત. કવિ પરમાત્મા સાથે થયેલી ગાઢ પ્રીતિને ઉપમાઓની દીર્ઘમાળાઓ દ્વારા આલેખે છે;
અતિ જિર્ણદયું પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહીયો, કિમ બેસે હો બાવળતર ભંગ કે.
(૦, ૨, ૧) કોકિલ કલકુજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; ઓછા તરુવર નહિ ગમે. ગિરૂઆશું હો હોયે ગુણનો પ્યાર કે.
(, ૨, ૩) કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હો ધરે ચંદશું પ્રીત કે; ગરી ગિરીશ ગિરીધર વિના, નવિ ચાહે હો કમળા નિજ ચિત્ત કે.
(૪, ૨, ૪)
-
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org