Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિએ આલેખેલી ઉપમાવલી આકર્ષક છે. માલતીફૂલમાં મોહિત ભમરો બાવળના ઝાડ પર ન બેસે એવી જ રીતે પ્રભુ! મને બીજાઓનો સંગ ગમતો નથી. જે રીતે કોયલને આંબાના મીઠા મૉર ખાધા બાદ બીજાં વૃક્ષો ગમતાં નથી, એ જ રીતે ગુણવાન એવા તમારી જોડે સંબંધ બંધાયા બાદ અન્ય કોઈ કેવી રીતે ગમે ? જેમ પાર્વતી શિવ સિવાય અન્ય કોઈને ચાહતાં નથી, જેમ લક્ષ્મી ગિરિધર (
વિષ્ણ) વિના અન્ય કોઈને ચાહતાં નથી, જેમ કમળ સૂર્યની પ્રીતિ ધારણ કરે છે, અને કુમુદ ચંદ્રની પ્રીતિ ધારણ કરે છે. એવી રીતે હે પ્રભુ! મારા હૃદયમાં તારા માટે જ પ્રીતિ રહી છે.
પ્રેમલક્ષણાભક્તિથી પ્રયોજાયેલી આ ઉપમા-માળા પ્રકૃતિગત પદાર્થો – કોયલ-આંબો, ભમરોમાલતીપુષ્પથી માંડી શિવ-પાર્વતી અને લક્ષ્મી વિષ્ણુ જેવા લોકપ્રસિદ્ધ યુગલોને પણ સાંકળી લે છે. આવી જ બીજી એક ઉપનામાળા;
‘વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ લલના. પિક વછે સહકારને, પંથી મન જિમ ધામ લલના.'
(, ૧૩, ૧) , * વિમલનાથ પ્રભુ મારા મનમાં વસ્યા છે, જેમ સીતાને મન રામ, કોયલને મન આંબો અને પ્રવાસીને મન જેમ અંતિમ મુકામ. પોતાના ઘરનું આકર્ષણ હોય છે, તેમ મારા મનમાં આકર્ષણ છે. આમાં પણ કવિ સીતારામના લોકપ્રસિદ્ધ પ્રેમયુગલની સાથે પ્રવાસી અને ઘરને જોડી ઉપમાઓ આલેખે છે.
પરમાત્મા જોડે જે અપૂર્વ પ્રેમ થયો છે તેના કારણરૂપે સર્વ પ્રથમ તો પરમાત્માના બાહ્ય અલૌકિક સૌંદર્યનું આકર્ષણ છે. મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિથી આણંદ લાલ રે..
, ૧, ૧) આ અનુપમ સૌંદર્યને જોતાં જ કવિને ભવોભવના સંતાપ દૂર થતા હોય તેવો અનુભવ થાય છે. વદન અનોપમ નીરખતાં, મારાં ભવભવનાં દુખ જાય રે.”
| (વર, ૨૦, ૧) આ મુખના સૌંદર્યને રૂપક અને ઉપમા અલંકાર દ્વારા આલેખતાં કહે છે;
આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે. વદન તે શારદ ચંદલો, વાણી અતિતી રસાલ લાલ રે.
(૪, ૧, ૩) પરમાત્માનું મુખ સુંદર છે, તો દેહ પણ ૧૦૮ શુભ લક્ષણોથી સુશોભિત છે, તેને વર્ણવતાં કહે છે;
લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ. રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ.
(, ૧, ૩) બાહ્ય ૧૦૦૮ શુભ લક્ષણો અને સુંદરતમ રૂપ એ સાધનાની પ્રાથમિક ભૂમિકાએ આકર્ષક છે, પરંતુ કવિને માટે વિશેષ આકર્ષક તો તીર્થંકર પરમાત્માએ સાધનાના પરિણામે પ્રગટ કરેલાં આંતરિક ગુણલક્ષણો છે.
૮ ને ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org