Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તેમના ગુરુ તપાગચ્છના નવિજયજી નામે વિદ્વાન સાધુ હતા. તેમણે નયવિજયજી ઉપરાંત ગુરુના ગુરુબંધુ જીતવિજયજી, પટ્ટધર વિજય સિંહસૂરિ અને અન્ય સાધુઓ પાસે ગહન અભ્યાસ કર્યો. તેમણે જૈનશાસ્ત્રો ઉપરાંત પડ્રદર્શન, વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિ અનેક વિષયોનો અભ્યાસ કર્યો હતો.
તેમણે અવધાનોનો પણ અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદમાં કરેલા અષ્ટાવધાનના પ્રયોગથી શા. ધનજી સૂરા નામના શ્રાવક પ્રભાવિત થયા. તે શ્રાવકે ગુરુને વિનંતી કરી કે આ તેજસ્વી સાધુને કાશી અભ્યાસ માટે મોકલો. જેને લીધે જૈનસંઘને ખૂબ લાભ થશે. ધનજી સૂરાએ કાશીના અભ્યાસ માટે પુષ્કળ દ્રવ્યસહાય કરી. યશોવિજયજી પોતાના ગુરુ સાથે કાશી રહ્યા અને ત્યાં અનેક વિષયોનો ખાસ કરીને નવજાયનો ગહનતાથી અભ્યાસ કર્યો. યશોવિજયજીએ આ કાશી-વાસમાં ગુરુએ દર્શાવેલા વાત્સલ્યનો અનેક કૃતિઓમાં ઉલ્લેખ કર્યો છે. ત્યાં વાદ-વિવાદ માટે આવેલા અનેક વાદીઓનો પરાભવ કર્યો, જેને કારણે ત્યાંના બ્રાહ્મણ વિદ્વાનોએ ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય જેવાં પદોથી તેમને સન્માનિત કર્યા.
તેઓ અભ્યાસ પૂર્ણ કરી ગુજરાતમાં પધાર્યા. અહીં ઉત્કટ ભક્તિભાવપૂર્વક વીસસ્થાનક તપની આરાધના કરી. તેમને તત્કાલીન આચાર્ય વિજયપ્રભસૂરિના હાથે ઉપાધ્યાય પદ અપાયું. યશોવિજયજી આજે પણ જૈનસંઘમાં “ઉપાધ્યાયજી મહારાજના લાડલા નામે પ્રસિદ્ધ છે. તેમણે વિવિધ ભાષામાં અનેક ગ્રંથોનું સર્જન કર્યું. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ લોકોએ તેમને “કુર્ચાલી શારદા (મૂછવાળી સરસ્વતી) “લઘુ હરિભદ્ર' એવા વિશેષણોથી નવાજ્યા. તેમની પ્રસિદ્ધ અધ્યાત્મયોગી આનંદઘનજી જોડે મુલાકાત થઈ, તે સમયે આનંદઘનજીની સ્તુતિરૂપે રચેલી ‘આનંદઘન અષ્ટપદીમાં આનંઘનજી પ્રત્યેનો ગાઢ આદરભાવ પ્રગટ થાય છે. આ સંપર્કના પરિણામે તેમણે શાસ્ત્રજ્ઞાનની સાથે જ અનુભવજ્ઞાનને વિશેષ મહત્ત્વ આપ્યું. તેમનો તત્ત્વવિજયગણિ, હેમવિજયજી, લક્ષ્મીવિજયગણિ આદિ વિશાળ શિષ્ય પરિવાર થયો.
તેઓ સં. ૧૭૪૩ના ચાતુર્માસ બાદ ૬૮ વર્ષની વયે () ડભોઈમાં સ્વર્ગવાસ પામ્યા. તેઓના અગ્નિસંસ્કાર સ્થળ ડભોઈમાં અને પાલિતાણામાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા થઈ.
ઉપાધ્યાય યશોવિજયના ગ્રંથો અત્યંત પ્રમાણભૂત અને જૈનદર્શનને સમજવા માટેની ચાવી સમાન ગણાય છે. આવા મહાન વિદ્વાન કવિએ ત્રણ ચોવીશી, એક વીશી અને અનેક સ્તવનો-પદોનું સર્જન કર્યું છે. કવિની આ રચનાઓમાં પ્રબળ ભક્તિભાવનું આલેખન જોવા મળે છે.
ત્રણ ચોવીશીને અહીં , ૩, ૪ સંજ્ઞાથી દર્શાવી સ્તવનનો ક્રમાંક મૂકી પછી કડીનો ક્રમાંક દર્શાવેલ છે. આમાં વેદ સંજ્ઞાથી દર્શાવેલ ચોવીશી ભક્તિરસઝરણાં-૧ સં. અભયસાગરજી પૃ. ૩૬થી પ૩ પર મુદ્રિત થયેલી છે. તેમ જ ચોવીશી વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પૃ. ૨૨થી ૩૬ અને ગૂર્જર સાહિત્ય સંગ્રહ (પ્રથમ વિભાગ) પૃ. ૩થી ૨૦ પર પણ મુદ્રિત છે. પ્રકા. શા. બાવચંદ ગોપાલજી પ્રથમવૃત્તિ. આ ચોવીશીનો પ્રારંભ
ગજીવન જગવાલહો, મરુદેવીનો નંદ લાલ રે. મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિહિ આણંદ લાલ રે.
(૦, ૧, ૧)
૮૬ ને ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org