Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભક્તિભાવ ધારણ કરનારું બન્યું છે. પરમાત્મા ગુણવાન અને ગંભીર છે, માટે જ ભક્ત પરમાત્માનો દઢ સંગ કરી લેવા ઇચ્છે છે.
ઉડે અરથ વિચારીએ, ઉડે શું ચિત્ત લાય. ઓછે સંગ ન કીજીએ, ઓછે ફિર બદલાય.'
(૫, ૩) હવે, આ પરમાત્માનો સાથ મળ્યો છે, તે કોઈ હિસાબે ભક્ત છોડવા માગતો નથી, તેની વાત દચંતા દ્વારા રજૂ કરતાં કહે છે,
સાચા સાજન ઓળખી, લાગ્યા તે કિમ છોડે રે. મોતીડે પાણી મિલ્યાં, કહો તે કવણ વિછોડે રે.
(૭, ૩) આવી ગાઢ પ્રીતિ બંધાઈ છે, માટે જ ભક્ત પરમાત્માને ઉપાલંભ પણ આપી શકે છે.
ગુણ દેખાડીને હળવ્યા, તે કિમ કેડો છાંડે રે.. જિહાં જલધર તિહાં બપીઓ, પીઉ-પીલ કરી મુખ માંડે રે. ૩ જો પોતાનો લેખવો, તો લેખો ન વિચારો. સો વાતે એક વાતડી, ભવ ભવ પિડ નીવારો રે. ૪
(૧૬, ૩-). ગુણ દેખાડીને પોતાના તરફ અમને આકર્ષ્યા પછી હવે તમે અમારાથી દૂર કેમ કરી સહી શકાય ? વાદળ હોય ત્યાં જ બપૈયો હોય ને ? તમે જેને પોતાનો લેખો-ગણો તો પછી તેની બાબતમાં લેખાં-ગણતરીનો વિચાર ન કરો અને મારી ભવપીડાને જલદીથી દૂર કરો.
કવિની પરમાત્મા જોડે એવી આત્મીયતા સધાઈ છે કે, પરમાત્માને પ્રિયતમરૂપે ભજતાં પોતાના મનને કવિ યૌવન વીતી જાય તે પૂર્વે રંગરેલી મનાવી લેવા કહે છે,
મન મૂરખ ક્યું ન પતીજે ? દિન દિન તન યૌવન છીજે હો. પલ પલ દિલ ભીતર લીજે, પ્રભુ શું રંગરેલીયા કીજે હો.”
(૧૭, ૨) પ્રેમલક્ષણાભક્તિની ઝલક ધરાવતી કવિની આ પદાવલી નોંધપાત્ર છે. આ ઉપરાંત કવિનાં સ્તવનોમાં બાળકભાવે કે સેવકભાવે ઉપાસના કરવાની વાત પણ ગૂંથાઈ છે.
લાગત કોમલ મીઠડો રે લોલ,
કાચે વચન અમોલ. માત તાત મન ઉલ્લસે રે લોલ, સુનિ બાલક કે બોલ.”
(૧૮, ૩) ૮૨ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org