Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સફળતા દર્શાવી શકતા નથી. આ સર્વ કારણોથી યશોવિજયજી કે દેવચંદ્રજી જેવા પ્રથમ પંક્તિના સર્જકોની રચના જેવી રચના ભાગ્યે જ જોવા મળે છે.
એમ છતાં, સોળમા શતકના પ્રારંભ સાથે શરૂ થયેલી ગુજરાતી ભાષામાં ભાવાભિવ્યક્તિ માટેની ચોવીશી-સર્જનની પરંપરા પાંચ શતક બાદ પણ જીવંત છે. એનો સર્જનપ્રવાહ મંદ થયો હોય કે કેટલેક અંશે કાળબાહ્ય થયો હોય તો પણ તેનું સર્જન થયા કરે છે.
ચોવીશીનું સર્જનરૂપે સાતત્ય કરતાં વિશેષ એનું સાતત્ય જૈન મંદિરોમાં ચૈત્યવંદન, દેવવંદન કે ભક્તિની ક્રિયાઓ પ્રસંગે થતાં તેના ભક્તિસભર ગાનમાં સચવાયું છે. એટલું જ નહિ, આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી, મોહનવિજયજી, માનવિજયજી, જિનવિજયજી જેવા સર્જકોની રચનાના તાત્પર્યને પામવા તેના આસ્વાદન, વિવરણરૂપે પણ પુનઃ પુનઃ આ પરંપરાની ઉત્તમ કૃતિઓ નવજીવન પામતી રહી છે. મોટા ભાગનાં સાહિત્યિક સ્વરૂપો તે કાળ-યુગના વિશેષ સંદર્ભોમાંથી જન્મ લેતાં હોય છે, તે યુગના વિશેષ સંદર્ભો નષ્ટ થવાથી તેનું સર્જન પણ મંદ થઈ જતું હોય છે, પરંતુ પ્રજાહૃદયમાં તેના ઉત્તમોત્તમ આવિષ્કારો સચવાઈ રહે અને તેના નવા નવા અર્થસંકેતો.વિસ્તરતા રહે એ કોઈ પણ સ્વરૂપની વિશેષ ઉપલબ્ધિ છે, અને ચોવીશીસ્વરૂપની આ ઉપલબ્ધિએ માત્ર મધ્યકાલીન જૈનસાહિત્યને જ નહિ, પણ સમગ્ર ગુજરાતી સાહિત્યને ધન્ય
કર્યું છે.
ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા પપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org