Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રથમ મનમોહક એવા પ્રભુના રૂપનું દર્શન તેને લીધે સ્નેહની અનુભૂતિ, ત્યાર બાદ ગુણોનું દર્શન અને આ ગુણોનું રાત-દિવસ સ્મરણ તેમ જ એ સ્મરણને બળે પરમાત્મા જોડે એકતાની અનુભૂતિ - “અત્યંતર જઈ ભાળિયોઆવો ક્રમ કવિએ સ્તવનમાં ગૂંચ્યો છે.
ભક્તિપ્રધાન ચોવીશીમાં ટૂંકમાં કહીએ તો, ભક્ત ચોવીશે તીર્થકરો માટે વિભિન્ન સ્તવનોમાં પરમાત્મા માટે અપાર સ્નેહ, વાત્સલ્ય, દર્શન માટેની વિરહ-વ્યાકુળતા, તન-મન-ધન આત્મા આદિ સર્વસ્વને પ્રભુચરણે. સમર્પવાની ઇચ્છા, અનન્યાશ્રયતા, રાત-દિવસ તેમનું જ સ્મરણ-ચિંતન આદિ ભાવોનું આલેખન કરે છે. આ હૃદયગત ભાવોની અભિવ્યક્તિની સાથે પરમાત્માના ગુણોનું વર્ણન પણ કરવામાં આવે છે. પરમાત્માના લોકોત્તર ઐશ્વર્યશાળી રૂપ, તેઓના અનંત દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ ગુણો અને જીવમાત્ર પ્રત્યે કરુણા તેમ જ ધર્મમાર્ગદર્શનરૂપ લોકોત્તર ઉપકાર આદિ ગુણોને ભક્ત માવયુક્ત હૈયે અભિવ્યક્ત કરે છે.
ભક્ત પરમાત્માનો ગુણવૈભવ જોઈ આશ્ચર્યચકિત બને છે, પોતાની જાતના અવગુણોનું પ્રત્યક્ષરૂપે તુલનાત્મક દર્શન થાય છે. વળી પોતે પરમાત્માએ દર્શાવેલા માર્ગ પર ન ચાલવાના પોતાના અપરાધનું દર્શન થાય છે અને એમાંથી ભક્ત સ્વ-નિંદા અને પ્રાયશ્ચિત્ત કરવા પ્રેરાય છે, હૃદયના આ પ્રાયશ્ચિત્તભાવનું કે સ્વ-નિંદાનું આલેખન પણ કેટલાંક સ્તવનોમાં જોવા મળે છે.
આમ ભક્તિપ્રધાન ચોવીશીમાં પ્રબોધ ટીકામાં વર્ણવેલા સ્તવનના સામાન્ય ગુણકીર્તન, દાસ્યભાવપ્રેરિત ગુણકીર્તન, સખ્યભાવપ્રેરિત ગુણકીર્તન અને સ્વ-નિંદા પ્રેરિત ગુણકીર્તન એ ચારે પ્રકારો મુખ્યરૂપે જોવા મળે છે.
ભક્તિપ્રધાન ચોવીશીનાં મોટા ભાગનાં સ્તવનોમાં પરમાત્મા સાથેનો સંવાદ પ્રાપ્ત થાય છે. કવિ પરમાત્માને સંબોધી પોતાના હૃદયની લાગણીઓ અભિવ્યક્ત કરે છે. કવિ પરમાત્માને પરમમિત્ર-નાથ-માતાપિતા સમાન માને છે. એથી હૃદયની બધી જ વાતો સ્પષ્ટપણે કરવા ઇચ્છે છે. ક્યારેક આ સંવાદ પરોક્ષરૂપે ‘સખી” જેવા કાલ્પનિક પાત્રોને સંબોધીને કરાયેલો હોય છે. કેટલાંક સ્તવનોમાં પરમાત્માને પુછાયેલા પ્રશ્નોના ઉત્તરને પણ ગૂંથી સ્તવન-સ્વરૂપની નાટ્યાત્મક શક્યતાઓ ખીલવી હોય છે. પ્રદ્યુમ્નસૂરિ મહારાજ આથી
‘અહંનો લય તે જ પ્રભુનો જય છે અને તેથી વચલો પડદો હટી જાય છે અને ભક્તનું કશું છાનું રહેતું નથી : તેહથી કહો છાનું કિર્યું, જેને સોંપ્યાં તન મન વિત્ત હો.'
- ઉ. યશોવિજયજી અને આવી કોક ક્ષણે ભક્ત અને ભગવાનનું અંગત મિલન રચાય છે અને ત્યારે જે ગોઠડી થાય ? છે. તે અંગત રહેતી નથી, જાને સબ કોઈ.'
સ્તવન એટલે ભક્તની ભગવાન સાથેની ગોઠડી.”
૨૧. શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ભાગ-૧ પૃ. ૬ ૧૯થી ૬ ૨૪. ૨૨. પાર્ધચંદ્રસૂરિ કૃત સ્તવન ચતુર્વિશતિકાની પ્રસ્તાવના પૃ. ૧૦. સં. મુનિ ભુવચંદ્રજી.
મા
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org