Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાથેના મિલનના જ ભાવને દઢ કરનારું હોય છે.
આ દશ પ્રકારની ભક્તિ ઉપરાંત નારદજીએ અગિયાર પ્રકારની ભક્તિ વર્ણવી છે.
गुण माहात्म्यासक्ति रूपासक्ति पूजासक्ति स्मरणासक्ति दास्यासक्ति सख्यासक्ति वात्सल्यासक्ति कान्तासविख्यात्मनिवेदनासक्ति तन्मयासक्ति परमविरहासक्ति रूपैकधाप्येकादशधा भवति ॥ भक्तिसूत्र-५२ ।।
આમાં ભક્તિસૂત્રકાર નારદ ગુણમાહા, રૂપ, પૂજા, સ્મરણ, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, પ્રિયાભાવ, આત્મનિવેદન, તન્મયતા, પરમવિરહ આ સર્વેમાં આસક્તિ એમ અગિયાર પ્રકારની ભક્તિ વર્ણવી છે. આમાંની મોટા ભાગની ભક્તિઓ તો ઉપર ગણાવેલ નવધાભક્તિમાં સમાવિષ્ટ થઈ જાય છે. પરંતુ કાવ્યશાસ્ત્રમાં જેમ વાત્સલ્યરસનો વિશ્વનાથ જેવા સૈદ્ધાંતિકોએ પાછળથી મહિમા કર્યો, એમ લોકપ્રસિદ્ધ નવધાભક્તિમાં વાત્સલ્યરૂપ ભક્તિનો સ્વીકાર નથી, પરંતુ નારદે તેનો ઉલ્લેખ કર્યો છે.
ચોવીશીનાં કેટલાંક સ્તવનોમાં વાત્સલ્યરસમય ભક્તિની છાંટ જોવા મળે છે. દા.ત,
ચાલ ચાલને કુમર ચાલ તારી ગમે રે, તુજ દીઠડા વિણ મીઠડા મારા પ્રાણ ભમે રે. "
(૨૩, ૧) ઉદયરત્નજી કૃત સ્તવનચોવીશી નારદજીએ અગિયાર ભક્તિનાં નામ વર્ણવ્યા બાદ પણ કહ્યું છે કે, મૂળ ભક્તિ તો એક જ છે, પરંતુ ભાવભેદે એકાદશધા' અગિયાર ભેદ વાળી થાય છે.
આમ, નવ કે અગિયાર કે માનવ-મનોભાવની વિશાળ દુનિયાના જે જે ભાવો ભક્ત પરમાત્મા આગળ ભક્તિભાવપૂર્વક સમર્પી શકે તે સર્વ ભાવો ભક્તિના પ્રકાર બની રહે છે. આ સર્વ પ્રકારો ભક્તિની વિવિધ ઝાંયો-રંગ છટાઓ છે. પ્રસંગ, પરિસ્થિતિ અને હૃદયગત ભાવની અભિવ્યક્તિ અનુસાર તો જુદા જુદા પ્રકારો બને છે, પરંતુ અંતે સાધ્ય તો ભક્તિ જ છે.
પરમાત્મા પ્રત્યેના ભાવોના ક્રમિક વિકાસનું આપણને જ્ઞાનવિમલસૂરિકત સ્તવનમાં સુંદર ચિત્રણ મળે
તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનિયા તારી મૂરતિએ ગ સોહ્યું રે, જગના સોહનિયા. તુમ જોતા સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવ જાણી. પ્રભુ ગુણ ગણ સાંકળશું બાંધ્યું, ચંચળ ચિતડું તાણી રે. ૧ પહેલા તો કેવળ હરખે, હજાળ થઈ હળિયો, ગુણ જાણીને રૂપે મિલિઓ, અભ્યતર જઈ ભળિયો રે. ૨
૧૯. પૃ. ૩૯૧. સજન સન્મિત્ર સં. પોપટલાલ કેશવજી દોશી : ૨૦. પૃ. ૩૫૯, ૬૪ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org