Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રભુનું મુખ ચંદ્ર સમાન છે, અને દાંતની પંક્તિ દાડમના ફૂલની કળી જેવી છે. પરંપરાગત ઉપમાઓ દ્વારા મુખ અને દાંતનું વર્ણન કર્યા પછી, કવિ આંખો માટે નાવિન્યસભર ઉપમા પ્રયોજે છે, સુંદર નયન તારિકા શોભિત, ભાનુ કમલદલ મધ્ય અલી હો.
(૨, ૨) સુંદર નયનરૂપી તારા શોભે છે, જાણે મુખરૂપી કમળદળ ઉપર ભમરા ન બેઠા હોય !
પરમાત્માનું રૂપ અદ્દભુત છે, તો એમની સાથે સંકળાયેલા અષ્ટ-મહાપ્રાતિહાર્યોની શોભા અલૌકિક છે. આ શોભા વર્ણવતાં કહે છે;
‘તીન છત્ર સિર ઉપર સોહે, આપ ઇંદ્ર ચામર વઝીયેરી કનક સિંહાસન સ્વામી બેસણ, ચૈત્યવૃક્ષ શોભિત કીજીયેરી ભામંડલ ઝલકે પ્રભુ પૂઠે, પેખત મિથ્યામ કીજિયેરી દિવ્યનાદ સુર દુદુભિ વાજે, પુષ્પવૃષ્ટિ સુર વિરચિયરી.’
(૧૩, ૧-૨-૩) : - તો વળી પરમાત્માના દિવ્યધ્વનિ પ્રાતિહાર્યની લોકો પર થતી અસર વર્ણવતાં કહે છે, માલકૌસિક રાગ મધુરધ્વનિ, સુરનર કે મનરંજના.'
(૧૮, ૧) " તો, પરમાત્માની આંતરિક ગુણસમૃદ્ધિ વર્ણવતાં કહે છે;
અલખ અગોચર તું પરમેશ્વર, અજર અમર તું અરિહંતજી અકલ અચલ અકલંક, અતુલબલ કેવલજ્ઞાન અનંતજી નિરાકાર નિરંજન નિરૂપમ, જ્યોતિરૂપ નિરવંતજી તેરો સ્વરૂપ તું હી પ્રભુ જાણે, કે યોગીંદ લહંતજી ત્રિભુવન સ્વામી અંતર્યામી, ભયભંજન ભગવંતજી સમયસુંદર કહે તેરે ધર્મજિન, ગુણ મેરે હૃદય વસંતજી.'
(૧૫, ૧-૨-૩) અલક્ષ્ય, અગોચર, વૃદ્ધાવસ્થારહિત, અમર, પાર ન પામી શકાય એવા, ઘેર્યગુણ વડે મેરુ સમાન અચલ, કલંકરહિત, અતુલ-બળવાન અને અનંત કેવળજ્ઞાનને ધારણ કરનારા, આકાર વિનાના, નિરંજન, ઉપમાઓ દ્વારા વર્ણવી ન શકાય એવા, જ્યોતિ સ્વરૂપ એવા હે અરિહંત પરમાત્મા ! તારા સ્વરૂપને તો યથાર્થપણે કેવળ તું જ જાણી શકે છે, અથવા તારા જેવા યોગીન્દ્રો જ તારું સ્વરૂપ પામી શકે છે.
હે પરમાત્મા ! તું ત્રિભુવનસ્વામી, અંતર્યામી અને ભયને દૂર કરનાર ભગવંત છો. સમયસુંદરજી કહે છે કે, તારા આવા અપૂર્વ ગુણો મારા હૃદયમાં વસ્યા છે.
પરમાત્મા કેવા ભયભંજન ભય દૂર કરનારા અને શરણાગતનું રક્ષણ કરનારા છે, તેને માટે શાંતિનાથ ભગવાનના પૂર્વભવનો સંદર્ભ ગ્રંથિ કવિ પોતાનું પણ રક્ષણ કરવાની પ્રાર્થના કરે છે; ૭૬ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org