Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવણ અંબર ગિણે તારા, મેરુ ગિરિકો ભાર; ચમર સાગર ઉહર માલા, કરત કૌન વિચાર. ૨ ભક્તિ ગુણ લવલેશ ભાખું, સુવિધિ જિન સુખકાર.
(૯, ૧-૨-૩) હે પ્રભુ! તારા ઘણા ગુણો છે, જે કહેતાં પાર ન આવે. હજાર જીભવાળો ઇંદ્ર પણ આ ગુણ કહેવા માંડે તો કહી શકે નહિ. કોણ આકાશના તારા ગણી શકે ? કોણ મેરુપર્વતનું વજન કરી શકે? કોણ સ્વયંભૂરમણ સમુદ્ર (અંતિમ વિશાળ સમુદ્રના મોજાં ગણી શકે? આમ, તમારા ગુણોનો પાર પામવો અશક્યવત્ છે, છતાં ભક્તિવશ થઈને થોડાક ગુણો ગાવાનો પ્રયત્ન કરું છું.
કવિ આવા ગુણવંત પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન ઇચ્છે છે, પરંતુ તેના અભાવે તેમના સ્થાપના-નિક્ષેપ મૂર્તિ પણ પરમાત્માનું જ સ્મરણ કરાવનારી હોવાથી મૂર્તિના દર્શનથી પણ અતિશય આનંદ અનુભવે છે. કવિ કહે છે;
મેરો મન મોહ્યો જિન મૂરતિયાં અતિ સુંદર મુખકી છવિ પેખત, વિકસત હોત મેરી છતિયાં.
(, ૧) આ મૂર્તિના નિમિત્તથી જ અનેક આત્માઓએ સમ્યકત્વની પ્રાપ્તિ કરી છે. કવિ એ માટે જેનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ બે મહાપુરુષોનાં દૃષ્ટાંતો આર્દ્રકુમાર અને સ્વયંભવસ્વામીનો ઉલ્લેખ કરે છે.
કવિ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ઉપાય સમી મૂર્તિની બાહ્ય અને અત્યંતર બંને પ્રકારે ભાવભક્તિપૂર્વક પૂજા કરવા ઇચ્છે છે; કેસરચંદન મૃગમદાજી, ભક્તિ કરું બહુ ભરિયાં:
(૬, ૨). એટલું જ નહિ કવિ વિવિધ પ્રકારનાં પુષ્પો, અલંકાર-આભૂષણો આદિ વિવિધ સામગ્રીઓ દ્વારા સત્તરભેદી પૂજા કરવાનું પણ ઇચ્છે છે.
સખી સુંદર રે પૂજા સત્તર પ્રકાર, મુનિસુવ્રતસ્વામીનો રે, રૂપ બશ્યો જગસાર.”
(૨૦, ૧) આવી વિવિધ રીતે પૂજાઓ કર્યા પછીના મનહરરૂપને વર્ણવતાં કહે છે;
“મસ્તક મુગટ હીરા જડ્યા રે, ભાલ તિલક ઉદાર. બાંહે પહિયાં બહેરખાં રે, ઉર મોતીન કો હાર.'
(૨૦, ૨) આ સત્તર પ્રકારની પૂજામાં સંગીત અને નૃત્ય પણ પૂજાના પ્રકારો છે. દેવો પણ પરમાત્મા આગળ કેવી રીતે સંગીત અને નૃત્ય કરી પરમાત્મભક્તિ કરે છે. તેનું વર્ણન કરતાં કહે છે, ૮ અ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org