Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભાષાના લટકા બંનેના સુમેળથી વિશેષ આકર્ષક બની છે:
સાહિબા ! ધ્યાનરા નાયક મેં અછો, પ્રભુ ચારિત્ર તપ શણગાર મનથી ઉતારા ઓં નહીં, ક્યું ગોરી હીયારો હાર.
(૨૪, ૩) હે સાહેબ ! આપ ધ્યાનના નાયક છો અને ચારિત્ર તેમજ તપના શણગાર પણ આપ જ છો. જેમ સુંદર સ્ત્રી પોતાના કંઠનો હાર પળમાત્ર માટે દૂર કરતી નથી, તેમ હું પણ તમને મનથી દૂર કરીશ નહિ. આ સ્તવનમાં વપરાયેલા શબ્દપ્રયોગો પ્રભુ થે છો જગ રા તાત” “હે તો ન મેલ્યાં પ્રભુ રો સંગ’ ‘હારઈ થે ખાસી મીરાતિ' આદિ પંક્તિઓ મીરાંબાઈના પદોની યાદ અપાવે એવાં છે.
અંતે આ સ્તવનચોવીશી અંગે ડૉ. દેવબાળા સંઘવીના શબ્દોમાં કહીએ તો, “નામોલ્લેખ ન હોય તો લગભગ સર્વ સ્તવનો સામાન્યપણે સર્વ જિનેશ્વરને લાગુ પાડી શકાય તેવું આલેખન હોવા છતાં રજૂઆત રસમય અને કાવ્યચમત્કૃતિયુક્ત છે એટલું ચોક્કસ છે” તે યથાર્થ છે.
આમ, અઢારમા શતકમાં ચોવીશી-સ્વરૂપમાં અનેક કવિઓએ પોતાની પ્રતિભા પ્રગટાવી છે. આનંદઘનજી અને યશોવિજયજી જેવા સમર્થ સર્જકો આ શતકના પ્રારંભે પ્રાપ્ત થયા. તેઓનો પ્રભાવ આ સમગ્ર શતક પર ફેલાયેલો રહ્યો. આનંદવર્ધનજી જેવા કવિઓની ટૂંકી પરંતુ ગેયતત્ત્વથી ભરપૂર અને ભાવોલ્લાસસભર રચના પણ આ શતકના પ્રારંભમાં જ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત કેશરવિમલ, જિનહર્ષ, દાનવિજય, મેઘવિજય, ધર્મવર્ધન, રામવિજય સુમતિવિજયશિષ્ય) ગુણવિલાસ, સિદ્ધિવિલાસ, સૌભાગ્યવિજય, નિત્યલાભ, જ્ઞાનવિજય જિનેન્દ્રસાગર આદિ અનેક પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ સાધુઓની સ્તવન-રચનાઓ આ શતકમાં આપણને પ્રાપ્ત થાય છે.
આ સર્વ રચનાઓ જિનમંદિરની નિત્યાવશ્યક વિધિ માટે સર્જાયેલી હોવાથી મોટા ભાગનાં સ્તવનોમાં સુકુમાર ગેયતત્ત્વ રહ્યું છે. કેટલેક સ્થળે કવિએ સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસથી તેમજ કવિપ્રતિભાના બળે વિદગ્ધ કાવ્યસૌંદર્ય પ્રગટાવ્યું છે, ભક્તહૃદયની સરળ ભાવાભિવ્યક્તિ તો અવશ્ય સર્વત્ર જોવા મળે છે.
અનેક સ્થળે કવિઓ પૂર્વના સમર્થ કવિઓની ભાવાભિવ્યક્તિની પુનરુક્તિ કરતા હોય એવું પણ જણાય છે. પરંતુ મધ્યકાળમાં આજના જેવો મૌલિકતાનો ખ્યાલ નહોતો. રાસ – આખ્યાન જેવાં કથાત્મક સ્વરૂપોમાં પણ વર્ણનનાં આવાં પુનરાવર્તનો અત્યંત વ્યાપક હતાં. ચોવીશી-સ્વરૂપમાં પણ કવિઓ પોતાના હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરવા પરંપરામાં થયેલા કવિઓના અલંકારો કે પદાવલીઓનો આશ્રય લે તે સહજ છે.
એમ છતાં આ શતકમાં સમગ્રપણે જોતાં ચોવીશી-સ્વરૂપમાં અનેક ભાવાત્મક-ઉન્મેષો પ્રાપ્ત થાય છે, જેમાંની કેટલીક સમગ્ર ચોવીશીઓ તો કેટલાકનાં છૂટાં-છૂટાં એક-બે સ્તવનો આજે પણ ભક્તહૃદયને આકર્ષે છે. આજના કે પછી કોઈ પણ કાળના ભક્તને જાણે પોતાના હૃદયની લાગણીઓ, પ્રેમ, ઉલ્લાસ, પરમાત્મદર્શનનો આનંદ, ધન્યતા, પ્રભુના વિરહની પીડા, સંસારનાં દુઃખોની વ્યથા અને સાધનામાર્ગની મૂંઝવણનું આલેખન કરતા હોય એવું અનુભવાય છે. આ સ્તવનના માધ્યમ દ્વારા ભક્તો પોતાના ઉપાસ્ય ૩. ભાવપ્રભસૂરિકૃત હરિબલરાસ એક અધ્યયન ડૉ. દેવબાળા સંઘવી પૃ. ૨૨૪. અપ્રકાશિત શોધનિબંધના આધારે. ૪ર લ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org