Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જાય છે.
પ્રભુની આંતરિક ગુણસમૃદ્ધિનાં વર્ણન કર્યા બાદ માર્મિક રીતે પોતે પરમાત્માની સેવા સ્વીકારી છે તેનું કારણ જણાવે છે:
બગસો અપનો પદ સુખકારી, વા સાહેબસોં કી યારી.
(૧૪, ૮).
જે સ્વામી સેવકને પોતાનું પદ આપે એવા સ્વામીની જ સેવા કરાય. અને હે પ્રભુ! તું એવો જ સ્વામી છે, માટે મારો સેવક તરીકે સ્વીકાર કરી લે.
આમ, અમૃતવિજયજીની ચોવીશી વ્રજભાષાની વિલક્ષણ ભાત અને સૌંદર્યમયતાને કારણે ધ્યાનપાત્ર બને છે.
લઘુ આનંદઘન' નામે ઓળખાયેલા જ્ઞાનસારજી (સમય: સં. ૧૮૦૧થી ૧૮૯૯ પ્રકા. ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ) એ “આનંદઘનચોવીશી પર બાલાવબોધ રચ્યો છે. તેમની બે ચોવીશીઓ ઉપલબ્ધ છે. એકમાં તીર્થકરોના જીવનની ૪૭ વિગતો ગૂંથી છે. બીજી ચોવીશીનાં સ્તવનો જ્ઞાનપ્રધાન શૈલીનાં છે. તેઓ પરમાત્માને વિશુદ્ધ આત્મસ્વરૂપ તરીકે ઓળખાવે છે અને પોતાને જડના સંગમાં રમનાર અને જડ પદાર્થની લાલસાયુક્ત તરીકે ઓળખાવે છે. તેમણે “આનંદઘન ચોવીશી પર બાલાવબોધ લખવા માટે ૩૭ વર્ષ સુધી ચિંતન કર્યું હતું, આથી તેમનાં સ્તવનો પર સહજપણે જ આનંદઘનજીનો પ્રભાવ જોવા મળે છે.
દા.ત. ધર્મ જિનેસર તુઝ મુઝ ધર્મમાં, ભેદ નહી ય અભેદ રે. સત્તા એકે ધર્મ અભિન્નતારે, તો સ્ત્રી એવડો ભેદરે.
. (૧૫, ૧) વંદનાદિની આતમ અર્પણ, વિન સંબંધ ન વારી; જ્ઞાનસારની જ્ઞાનસારતા, નમિ જિનવર સહચારી.
(૨૧, ૩) કવિએ કેટલાંક સ્તવનોમાં દાસ્યભાવની મધુર અભિવ્યક્તિ કરી છે, તો મહાવીરસ્વામી સ્તવનમાં પ્રભુની વીતરાગતા પર કટાક્ષ કર્યો છે. અતિમુક્તક નામના મુનિ જળક્રીડા કરતા હતા, પરંતુ તેઓ વિનીત હોવાથી તેઓને તત્કાળ મોક્ષ આપ્યો, અને ગોશાલક નામનો શિષ્ય અવિનિત હોવાથી એને ભવભ્રમણની આકરી સજા આપી. તમે વીતરાગ કેવા? આવા મધુર ઉપાલંભો અને જ્ઞાનપ્રધાન નિરૂપણને લીધે આ ચોવીશી નોંધપાત્ર બને છે.
ખરતરગચ્છીય જિનભક્તિસૂરિના શિષ્ય જિનલાભસૂરિએ (સમય સં. ૧૭૮૪થી સં. ૧૮૩૪ ઈ.સ. ૧૭૨૮-૧૭૭૮) બે ચોવીશીઓ રચી છે. પ્રકાશિત ૧૧૫૧ સ્તવનમંજૂષા) તેમના સ્તવનમાં ભક્તિભાવનું સુકુમાર આલેખન જોવા મળે છે :
માહરી રીંઝ અહો પ્રભુ પ્રીતનું, તિમ જો પ્રભુની થાય જિજ્ઞેસર. સિદ્ધો હું શિવસુખ ભોગવું, તો જિરાય પસાય જિણેસર.
(૧, ૩) ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org