Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચાર પ્રકારના બંધ વિારી, અજર અમર પદ ધારા. કરમ ભરમ સબ છોર દીએ હૈ, પામી સામી સામી પરમ કરતારાજી
(૪, ૨)
શ્રી મુનિસુવ્રત હકુિલ ચંદા, દુરનય પંથ નિસાયો. સ્યાદ્વાદ રસ ગર્ભિત બાની, તત્ત્વ સરુપ જનાયો.
(૨૧, ૧)
કવિ પરંપરાગત પદાવલીઓ દ્વારા પણ સબળ અભિવ્યક્તિ સાધી શકે છે. કવિ નેમિનાથ સ્તવનને બારમાસી રૂપે પ્રયોજે છે. કવિએ ચૈત્રના વિરહથી પ્રારંભી ફાગણના મદમાતા જ્ઞાન અને ત્યાગના ફાગમાં મિલન વર્ણવ્યું છે. સમગ્ર રીતે જોતા, આત્મારામજીના કાવ્યોમાં મધ્યકાલીન પરંપરાનું અનુસરણ અને ભક્તિનો મધ્યમસૂર જોવા મળે છે. આ જ સમયમાં થયેલા અન્ય કવિ ગંભીરવિજ્યજીની રચનામાં એક પ્રકારની ગંભીરતા જોવા મળે છે,
રાગ વિષ વિષમ હરણ પ્રવીણ, ભવરોગ વૈદ્ય શિવગામી કામ તપત હર ચૂરણ દીજે, કીજે સમપરિણામી.
(૧, ૧-૨)
અચલ રહ્યો નિજ ગુણમેં નિશદિન, પરગુણ સઘલો વામી તે થિરતા દેખી મેચે, મન લલચાનો સ્વામી.
(૧૬, ૩)
છે
વલ્લભસૂરિજી જેવા કવિ મધ્યકાળની યાદ અપાવે તેવી ભક્તિની મસ્તીમાં ગાય પલપલ ગુણ ગાના ગુણ ગાના હૈ,
જીયા પલપલ ગુણ ગાના ગુણ ગાના રે. (૧૬, ૧)
Jain Education International
વીર પ્રભુ તુમ ચરણી ચિત લાયા, તુમ ચરણે મૈ આયા.
(૨૪, ૧)
અર્વાચીન જૈન કવિઓમાં વિશેષ પ્રસિદ્ધિ પામેલા લબ્ધિસૂરિમાં પણ ભક્તિના કેટલાક સુંદર ઉન્મેષો પ્રાપ્ત થાય છે :
વીરજિન તેરો મેં હું ઋણી, શાસન નાયક તું જગતિલો, તું અદ્ભુત હૈ જ્ઞાની
(૨૪, ૧)
પરંતુ આવા ભક્તિસભર ઉન્મેષો તો ઉત્તરોતર અર્વાચીન કાળમાં ઓછા જોવા મળે છે. વિશેષરૂપે મધ્યકાલીન સ્તવનોનું અનુકરણ જ વિશેષ જોવા મળે છે.
લબ્ધિસૂરિની અન્ય એક રચનામાં જોઈએ તો,
૫૨ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
:
For Personal & Private Use Only
www.jainelibrary.org