Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અર્વાચીનકાળની ચોવીશીઓ
વિક્રમના વીસમા શતકમાં યુગપરિવર્તન થયું અને નવા યુગનો પ્રારંભ થયો. ઈ.સ. ૧૮૪૪ આસપાસ (વિ.સ. ૧૯૦૧)માં અંગ્રેજ રાજ્ય ભારતભરમાં ફેલાવા માંડ્યું. ઈ.સ. ૧૮૫૭ (વિક્રમ સં. ૧૯૧૩)માં ભારતીય વિદ્રોહની નિષ્ફળતા બાદ નવી પેઢી યુનિવર્સિટી શિક્ષણ પામી, તેનો પ્રભાવ સાહિત્ય પર ફેલાવા લાગ્યો. જૈન અને જૈનેતર એ બને પરંપરાના ધાર્મિક સાહિત્યનો પ્રવાહ મંદ થયો. મધ્યકાળમાં જૈનેતર સાહિત્યના છેલ્લા સમર્થ પ્રતિનિધિ દયારામ છે, તેમ જૈનસાહિત્યના છેલ્લા સમર્થ કવિ રસમય પૂજાઓ રચનારા પંડિત વીરવિજયજી છે.
અંગ્રેજોના આગમન બાદ નવયુગીન પ્રવાહ અને વાતાવરણને લીધે મધ્યકાલીન કવિઓમાં જોવા મળે એવો ભક્તિનો આÁ સૂર પણ અલોપ થયો, તેમજ નર્મદ – દલપતરામથી આરંભાયેલી અર્વાચીન કવિતાની નવી તરાહ અપનાવવામાં પણ મોટા ભાગના કવિઓ નિષ્ફળ નીવડ્યા. આથી વીસમી સદીમાં રચાયેલું મોટા ભાગનું સાહિત્ય ભાવસભર ભક્તિનો અનુભવ કરાવવાને બદલે પરંપરાનું અનુકરણ જ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અર્વાચીન કવિઓના ભાવ, ભાષા અને શૈલી મધ્યકાલીન કવિઓના અનુકરણરૂપ વિશેષ જણાય છે..
અર્વાચીનકાળના સર્જકોની યાદી જોઈએ તો કુલ ૪૪ સર્જકોએ ૫૦ ચોવીશીઓનું સર્જન કર્યું છે. આ સર્વ સર્જકોમાં કાળક્રમે આત્મારામજી પ્રથમ સર્જક છે. આત્મારામજી તપાગચ્છની નવી સાધુપરંપરાના આદિ પુરુષોમાંના એક છે. સંગીતના જાણકાર, વિદ્વાન એવા આત્મારામજી (વિજય આનંદસૂરિએ અનેક પૂજાઓ અને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. આત્મારામજી મૂળ પંજાબના હોવાથી સર્જનમાં હિંદી ભાષાની છાંટ વિશેષ છે:
જૈસે ચંદ ચકોરન નેહા,
મધુકર કેતક દલ મન પ્યારી. જનમ જનમ પ્રભુ પાસ જિનેસર, વસો મન મેરે ભગતિ તીહારી
(૨૩, ૬)
ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org