Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અલંકાર સર્જે છે :
અલિયમ રૂપ થકી તું ન્યારો, માધ્યમ ભવસાગરનો આલિમ રહિત મહી તમો નાયક, જાલિમ મુગતિનગરનો.
(૧૦, ૩)
કવિએ નેમિનાથ સ્તવનમાં નેમ-રાજુલની પરસ્પર વિરોધી માનસિક દશાનું ચિત્રણ કર્યું છે : કાળી ને પીળી વાદળી રાસ્જિદ ! વ૨સે મહેલા શ૨ લાગ. રાજુલ ભીંજે નેહલે રાજિંદ! પિઉદ્ભિજે વેરાગ.
(૨૨, ૧)
આ સ્તવનમાં રાજુલની ઉક્તિ અત્યંત વેદનાસભર અને વેધક બની છે. પ્રિયતમને જો પહેલેથી જ સ્નેહ વિનાનો લૂખો જાણતી હોત તો લજ્જા છોડીને પ્રિયતમનો હાથ પકડી રાખત.
મહાવીરસ્વામીમાં નંદીવર્ધન ભાઈની વિનંતીનું આલેખન કરુણરસના એક કાવ્ય તરીકે નોંધપાત્ર છે. વીરજી ! ભોજન નહિ ભાવે થાવે, અતિ આસંગળો રે લો. વીરજી ! નિંદરડી નાવે. ધ્યાવે, મન ઉધાંધલો રે લો.
(૨૪, ૫)
આમ, કાંતિવિજ્યજી મ.ની આ ચોવીશી “પ્રેમભક્તિની આર્દ્રતા અને ક્વચિત્ શબ્દચમત્કૃતિના વિનિયોગથી જુદી તરી આવે છે” એ ૨૨મેશ ર. દવેનો મત સંપૂર્ણપણે યથાર્થ જણાય છે.
આ અઢારમા શતકના બીજા એક સમર્થ કવિ જિનવિજયજી (ક્ષાવિજ્યજી શિષ્ય)એ બે સ્તવનચોવીશીઓ (ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૩૯૨થી ૪૧૪ અને ૪૧૯થી ૪૪૧) પ્રથમ સ્તવનમાં વિ કેવળજ્ઞાન લક્ષ્મીને યથાર્થપણે ચારિત્રરાજાની પુત્રી તરીકે ઓળખાવે છે અને પરમાત્મા વીતરાગતા રૂપી મહેલમાં કેવળજ્ઞાનલક્ષ્મી જોડે ક્રીડા કરે છે એવું વર્ણન કર્યું છે. ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં ૫રમાત્માને સૂર્ય સાથે સરખાવી મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય રૂપી ભાવનાઓના કમળને વિકસાવનારા તરીકે ઓળખાવ્યા છે. સોળમા સ્તવનમાં પૂજાવિધિમાં સાચવવાના દશ-ત્રિકનું વર્ણન કર્યું છે. તો અઢા૨મું અરનાથ સ્તવન હરિયાળી પ્રકારનું સંખ્યા વિશેની સમસ્યાઓના આલેખનથી રચ્યું છે. કવિની બીજી રચના જ્ઞાનપ્રધાન સ્વરૂપની છે. કવિએ શ્રી ઋષભદેવ સ્તવનમાં જીવનચરિત્રનો સંદર્ભ તેમજ પ્રભુના સેવકોને પ્રાપ્ત થયેલા અલભ્યફળના સંદર્ભ ગૂંથ્યા છે. ત્રીજા શ્રી સંભવનાથ સ્તવનમાં કવિએ શ્રી આનંદઘનજીની જેમ વિવિધ ગતિઓમાં દર્શનની દુર્લભતાનું આલેખન કર્યું છે. પાંચમા સુમતિનાથ સ્તવનમાં પાંચ શબ્દ પર શ્લેષ કરી પ્રભુએ ઇંદ્રિયવિકાર આદિ પાંચ છોડ્યા અને જ્ઞાન આદિ કયા પાંચને ગ્રહણ કર્યા, તેનું સુંદર વર્ણન કર્યું છે. બારમા વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં મન-મંદિરનું સુંદર રૂપક રચ્યું છે. સોળમા શાંતિનાથ સ્તવનમાં પરસ્પર વિરોધી ગુણોનો પરમાત્મામાં થયેલા સમન્વયને વર્ણવ્યો છે. તેરમા વિમલનાથ સ્તવનમાં પરમાત્માના કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણનું વર્ણન કર્યું છે. કેવળ-દર્શન ગુણનું વર્ણન સ્તવન-સાહિત્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે. અઢારમા સ્તવનમાં સંસાર-પરિભ્રમણનું વેધક વર્ણન કર્યું છે. ઓગણીસમા સ્તવનમાં સિદ્ધ ૨.ગુજરાતી સાહિત્યકોશ પૃ. ૫૬.
૩૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org