Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જે મનુષ્ય પોતાનું સ્વરૂપ જુએ છે એટલે કે પરમાત્માના ચરણોમાં નમસ્કાર કરે છે તેના ઘરે સર્વ પ્રકારનાં મંગળ પ્રગટ થાય છે.
કવિનું “સિદ્ધારથના રે નંદન વિનવું (રૂ. ૨૪) સુપ્રસિદ્ધ સ્તવન છે. જેમાં ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીના જીવનની રેખાઓ સંક્ષિપ્તમાં આલેખી ઋજુ કાવ્યત્વ સિદ્ધ કર્યું છે. આ સ્તવનના કાવ્યતત્ત્વની કોમળ રજૂઆત ભક્તહૃદયને ભાવમાં તરબોળ કરી મૂકે છે. | ઋદ્ધિસાગરજીના શિષ્ય 'ઋષભસાગરજીની ચોવીશી-રચના મારવાડી ભાષાની છાંટ ધરાવે છે. તેમનાં કાવ્યોમાં ભાષાનું અપૂર્વ માધુર્ય છલકે છે.
સાંભલિ સુમતિ જિનેશ! અબ મોરા સાહિબિઆ, થારઈ ઠકુરાઈ ત્રિભુવનતણી, છઈ પ્રભુજી દાતાર.
(૫, ૧) મિલી કરી આવો હો ! પેખો પ્રભુ પદમને રાજે રૂપનિધાન, સુંદરતા કો હો ! સમુહ જાણે પ્રગટીયો.
કવિએ નેમિનાથ સ્તવનમાં આલેખેલ વિરોધ અને વર્ણાનુપ્રાસ અલંકાર નોંધપાત્ર છે, તો મહાવીરસ્વામી સ્તવનમાં આલેખેલું ભાવપૂજાનું ભવ્ય રૂપક ચિત્તને આકર્ષે છે. આ સમગ્ર ચોવીશી ભાષાદષ્ટિએ નોંધપાત્ર છે.
૧૮મા શતકના પૂર્વાર્ધમાં વિજયપ્રભસૂરિની પરંપરામાં થયેલા પ્રેમવિજયજીના શિષ્ય કાંતિવિજયજી (ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૫૭૫થી ૫૯૬) પણ આ કાળના એક ઉલ્લેખનીય કવિ છે. તેમનાં સ્તવનોમાં હિંદી-ઉર્દૂ શબ્દો વ્યાપકપણે જોવા મળે છે. તેમણે અભિનંદન સ્વામી માટે સૂર્યનું સુંદર રૂપક પ્રયોજ્યું છે. પરમાત્મા તો રાહુ વડે ન ઢંકાનારા તેમજ વિકલ્પો-માનસિક ચંચળતારૂપ તારાના અલ્પ-ટમટમતા તેજને ઢાંકી દેનારા અને શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારા છે. વળી અન્ય સ્તવનમાં પરમાત્માને અભિનવ શોભાને ધારણ કરનારા અને “મોહન તાજા તેજથી' કહી નિરંતર નવા તેજવાળા દર્શાવ્યા છે. કવિનું રચેલું સુવિધિનાથ સ્તવન તેની આકર્ષક ધ્રુવપંક્તિથી મનને મોહે છે.
તાહરી અજબ શી યોગની મુદ્રા રે, લાગે અને મીઠી રે.. કવિએ આ સ્તવનમાં પરમાત્માના ભોગી અને યોગી એવા પરસ્પર વિરોધી રૂપનું આકર્ષક ચિત્ર આલેખ્યું છે. પ્રભુ અરિહંતપદના વૈભવને ધારણ કરનારા હોવા છતાં યોગી કહેવાય એ મોટું આશ્ચર્ય છે. કવિએ શ્રેયાંસનાથ સ્તવનમાં પરમાત્માના મિલનના આનંદને વિવિધ પરંપરાગત સુંદર રૂપકો દ્વારા સુંદર રીતે અભિવ્યક્ત કર્યો છે. વિમલનાથ સ્તવનમાં આપણા અને પરમાત્મા વચ્ચેના ગુણ-અવગુણનો વિરોધ પરસ્પરની તુલના દ્વારા સુંદર રીતે આલેખાયો છે. સ્તવનની શરૂઆત અત્યંત માર્દવપૂર્વક થાય છે :
પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો.” કવિએ એક સ્તવનમાં ઉર્દૂની છાંટ લઈ આવતાં (અરબી મૂળના શબ્દો)ના ઉપયોગ દ્વારા સુંદર યમક
૧. ૧૧૫૧ સ્તવનમંજૂષા સારાભાઈ નવાબ અને ભક્તિરસઝરણાં ભાગ-૧ સં. અભયસાગરજી મ. પૃ. ૩૪૪થી ૩૭૪
- ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org