Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રસિદ્ધ જૈનકવિ સમયસુંદરજીએ વ્રજ ભાષાની છાંટવાળી મનહર ચોવીશીરચના કરી છે, તેમાં કવિહૃદયનો ભક્તિભાવ સુંદર રીતે અભિવ્યક્ત થાય છે. વિગતવાર પરિચય માટે જુઓ પ્રકરણ-૩) આ જ શતકમાં થયેલા જ સોમની રચનામાં સાત બોલ ગૂંથાયા હોવાથી સર્વપ્રથમ ચરિત્રપ્રધાન રચનાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શતકના ઉત્તરાર્ધમાં ભાવવિજયજીએ બે ચોવીશીઓ રચી છે, તેમાંની એક અપ્રકાશિત છે, બીજી ચોવીશીમાં ભાવસભર રીતે તીર્થકરોના જીવનની બાર વિગતો બાર બોલો) આલેખ્યા છે. વિસ્તૃત પરિચય માટે જુઓ પ્રકરણ-૬)
હીરસાગરજીની રચનામાં સરળ-પ્રાસાદિક અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે.
હીરસાગરજીએ પરમાત્મા પ્રત્યેના હૃદયના ભાવને અભિવ્યક્ત કરવા સુંદર ઉપમાઓનો ઉપયોગ કર્યો છે. ઋષભદેવ સ્તવનમાં માતા પાસે બાળક વળગી રહે એ રીતે પરમાત્માને વળગી રહેવાની ઇચ્છા વર્ણવે છે. ભક્ત પર થતા પરમાત્મદર્શનના પ્રભાવને વર્ણવતાં કહે છે, “પરમાત્માની આંખોમાંથી ઉપશમર વરસે છે. જેના પ્રભાવે મારા મનરૂપી છીપમાં રત્નત્રયી રૂપી મોતી ઉત્પન્ન થાય છે. અનંતનાથ પ્રભુના સ્તવનમાં કવિ પરમાત્મવાણી માટે વર્ષનું રૂપક પ્રયોજે છે, જેનો ઉત્તરકાલીન ચોવીશીના અનેક સ્તવનોમાં વિસ્તાર થયો છે. કવિએ નેમિનાથ સ્તવનમાં રાજુલનો વિલાપ ભાવોદ્રેકસભર પંક્તિઓ દ્વારા આલેખ્યો છે. મહાવીરસ્વામી સ્તવનમાં તેમના જીવનના સંદર્ભે ગૂંથી સ્તવના કરી છે. આમ હીરસાગરજીની રચના ૧૭માં શતકની એક નોંધપાત્ર રચના છે. જિનરાજસૂરિ (રાજસમુદ્ર)ની રચના પ્રાસાદિક પદરચનાને લીધે નોંધપાત્ર છે. તેમાં પ્રયોજાયેલી વિવિધ દેશીઓ ઉત્તરકાળમાં વ્યાપક રૂપે અનુકરણ પામી છે. આમ, સત્તરમા શતકમાં ચોવીશી-સ્વરૂપમાં કેટલીક નોંધપાત્ર કૃતિઓ પ્રાપ્ત થાય છે.
વિક્રમનું અઢારમું શતક આ શતકની વિગતોનો મુખ્ય આધાર જૈન ગૂર્જર કવિઓ ભાગ-૪ અને ૫ (સં. મોહનલાલ દલીચંદ દેશાઈ પુનઃ સં. જયંત કોઠારી) છે, આ ઉપરાંત જૈન ગૂર્જર કાવ્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભાગ૧ પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્ધાર ફંડ, સુરત તેમજ ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧ સં. જયંત કોઠારી પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ સાહિત્યોદ્વાર ફંડ, સુરત. તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૮૯ના સંદર્ભનો આધાર પણ લીધો છે.
આ શતકની મોટા ભાગની ચોવીશીઓ આ ત્રણ સંપાદનમાં પ્રકાશિત થઈ છે. (અ) ચોવીશી તથા વીશી સંગ્રહ સં. પ્રેમચંદ કેવળદાસ પ્રકા. કાળીદાસ સાંકળચંદ સં. ૧૯૩૫ ઈ.સ. ૧૮૯૧ (બ) ૧૧૫૧ સ્તવનમંજૂષા
સંપા. સારાભાઈ નવાબ પ્રકા. પોતે, આવૃત્તિ પ્રથમ ઈ.સ. ૧૯૩૯ (ક) ભક્તિરસઝરણાં ભાગ ૧ અને ૨ સં. અભયસાગરજી પ્રકા. પ્રાચીન ગ્રુત રક્ષક સમિતિ, કપડવંજ, ઈ.સ.
૧૯૭૮
ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા - ૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org